અમેિરકા: જંગલોમાં હેલિકોપ્ટરમાંથી ગાયો પર ફાયરિંગ

અમેિરકા: જંગલોમાં હેલિકોપ્ટરમાંથી ગાયો પર ફાયરિંગ

અમેરિકાના એક રાજ્યમાં હેલિકોપ્ટરમાંથી ગાયોને ગોળી મારવાનો ચોંકાવનારો નિર્ણય કર્યો છે. ન્યૂ મેક્સિકો સ્ટેટના વન વિભાગનું કહેવું છે કે, આ જાનવરો આખું વર્ષ ચરે છે, જેના કારણે જંગલમાં નદીના કિનારાનું ધોવાણ થઇ રહ્યું છે. તેમના કારણે જંગલોમાં રહેતા બીજા જાનવરોની આદતો પણ બદલાઇ શકે છે. એવું પણ કહેવાયું છે કે, ગાય-આખલા પાણીની ગુણવત્તા પણ બગાડી રહ્યા છે. જંગલની બાયોડાયવર્સિટી માટે આ યોગ્ય નથી.

ગિલા વિલ્ડરનેસ નેશનલ ફોરેસ્ટના સુપરવાઇઝર કેમિલે હોવેસ સ્પષ્ટતા કરતા કહે છે છે કે, અમે ફક્ત એ જ ગાયોને મારી રહ્યા છીએ, જેમનું ટેગિંગ નથી કરાયું. તે પ્રવાસીઓ પર પણ હુમલા કરે છે. તેમને મારવાથી દર વર્ષે અહીં આવતા આશરે 3.90 લાખ પ્રવાસીઓને પણ સુરક્ષા મલશે. આ જંગલ આશરે 30 લાખ ચોરસ કિ.મી.માં ફેલાયેલું છે, જેમાં નદી, પહાડ અને ખીણો પણ છે. આ કારણથી હેલિકોપ્ટરમાંથી ગોળી મારવાનો વિકલ્પ પસંદ કરાયો છે. આ જંગલની 150 ગાયોને ચાર દિવસમાં મારવાનું અમારું લક્ષ્ય છે. આ પહેલા પણ જાહેર સ્થળો ખાલી કરાવવા માટે અનેક ઘોડાને ગોળી મારી દેવાઇ હતી. ગયા વર્ષે પણ ગિલામાં 65 જાનવરોને ગોળીએ દેવાયા હતા. આ પ્રકારની હત્યાઓથી પશુપાલકો અને પર્યાવરણવિદો ચિંતિત છે.

સાયનાઇડ બોમ્બથી પણ ઢોરની હત્યાની મંજૂરી
જાનવરોની હત્યાના નિર્ણય અમેરિકામાં નવી વાત નથી. અહીં અનેક વિરોધ વચ્ચે ગાય-બળ, કૂતરા, ઘોડા, જંગલી સુવર, શિયાળ અને વરુની ગોળી મારીને હત્યા કરાય છે. અમેરિકાએ 2019માં સાયનાઇડ બોમ્બના ઉપયોગની પણ બીજી વાર મંજૂરી આપી હતી. તેમાં સોડિયમ સાયનાઇડ નામના ઝેરથી જાનવરોને મારી નંખાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow