અમદાવાદમાં 29 વર્ષ પછી સાનિયા મિર્ઝા ટેનિસ રમી

અમદાવાદમાં 29 વર્ષ પછી સાનિયા મિર્ઝા ટેનિસ રમી

ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સીઝન-7 ઉદ્ઘાટન દિવસે ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમમાં કેટેગરી વાઇઝ સારી રીતે રમાયેલી સ્પર્ધાઓ જોવા મળી. પ્રથમ વખત અમદાવાદમાં આયોજિત આ લીગમાં રોહન બોપન્ના, શ્રીવલ્લી ભામિડીપાટી અને લુસિયાનો ડાર્ડેરી જેવા ખેલાડીઓએ ચાહકો માટે શાનદાર પ્રદર્શન કર્યું. આ મેચ ચારકોલ રંગના કોર્ટ પર યોજાઈ હતી અને મંગળવારે તમામ આઠ ટીમે આ એક્શનમાં ભાગ લીધો હતો.

બે ક્લોઝ મેચ પછી SG પાઇપર્સ બેંગલુરુ અને રાજસ્થાન રેન્જર્સે જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી.

રોહન બોપન્ના સાથે શ્રવલ્લીએ મિક્સ્ડ ડબલ્સમાં મેચ જીતી સીઝનની પ્રથમ મેચમાં SG પાઇપર્સ અને ગુડગાંવ ગ્રાન્ડ સ્લેમર્સ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા, જેમાં સહજા યમલપલ્લી અને શ્રીવલ્લી ભામિડીપાટીએ ઓપનિંગ ગેમ રમી હતી. શ્રીવલ્લી ભામિડીપાટીએ મહિલા સિંગલ્સની મેચમાં 18-7થી વિજય મેળવીને એસજી પાઇપર્સને આદર્શ શરૂઆત આપી. ત્યારબાદ તેણે રોહન બોપન્ના સાથે મિક્સ ડબલ્સ કેટેગરીમાં જોડી બનાવી, અને સહજા અને શ્રીરામ બાલાજી સામે 14-11થી સખત સંઘર્ષપૂર્ણ જીત સાથે તેની વિજયી દોડ ચાલુ રાખી.

મેન્સ સિંગલ્સ કેટેગરીમાં, ડેન ઇવાન્સે રામકુમાર રામનાથન સામે 16-9થી વિજય મેળવીને ગુડગાંવ ગ્રાન્ડ સ્લેમર્સ માટે વળતો પ્રહાર કર્યો. મેન્સ ડબલ્સ કેટેગરીમાં, રોહન બોપન્ના અને રામકુમાર રામનાથનની જોડીએ શ્રીરામ બાલાજી અને ડેન ઇવાન્સ સામે 15-10થી જીત મેળવીને એસજી પાઇપર્સ બેંગલુરુને જીત અપાવી. આ જીત સાથે, એસજી પાઇપર્સ બેંગલુરુએ 56-44ની જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી.

બીજી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન હૈદરાબાદ સ્ટ્રાઇકર્સ રાજસ્થાન રેન્જર્સ સામે મેદાનમાં ઉતરી. મહિલા સિંગલ્સ કેટેગરીમાં કેરોલ મૉનેટે એકાટેરીના કૅઝિઓનોવા સામે 18-7થી જીત મેળવીને સ્ટ્રાઇકર્સને વિજયી શરૂઆત અપાવી. એકાટેરીના કેઝિઓનોવા અને ધાક્ષિનેશ્વર સુરેશે મિક્સ ડબલ્સની રમત રાજસ્થાન રેન્જર માટે જીતી લીધી, જેમાં કેરોલ મૉનેટ અને વિષ્ણુ વર્ધન સામે 13-12થી વિજય મેળવ્યો.

Read more

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા મા

By Gujaratnow
રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહે

By Gujaratnow
'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલો

By Gujaratnow