અંબાણી પરિવારે સગાઈ બાદ આપી જોરદાર પાર્ટી: શાહરુખ-સલમાન સહિત બોલિવૂડ સેલેબ્સે આપી હાજરી

અંબાણી પરિવારે સગાઈ બાદ આપી જોરદાર પાર્ટી: શાહરુખ-સલમાન સહિત બોલિવૂડ સેલેબ્સે આપી હાજરી

મુંબઇ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન અને એમડી મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં સૌથી નાનાં પુત્ર અનંત અંબાણીની સગાઇ રાધિકા મર્ચન્ટ સાથે થઇ ગઇ છે. આ જોડીનો સગાઇ સમારોહ રાજસ્થાનનાં રાજસ્મંદ જિલ્લાનાં નાથદ્વાર શહેરમાં શ્રીનાથજી મંદિરમાં થયો. આ મંદિર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવાર માટે મહત્વનું છે. આ મંદિર અંબાણી પરિવારનાં દેવતા શ્રીનાથજીને સમર્પિત છે.

મુંબઇમાં યોજાઇ પાર્ટી
રાજસ્થાનમાં સગાઇ થયાં બાદ ગુરૂવારે મુંબઇમાં અંબાણી પરિવારનાં નિવાસ એન્ટાલિયામાં સગાઇની પાર્ટી રાખવામાં આવી હતી જેમાં શાહરૂખ ખાન અને સલમાન ખાનથી લઇને આલિયા ભટ્ટ-રણવીર સિંહ સુધીનાં સ્ટાર્સ પહોંચ્યાં હતાં. આ પાર્ટીમાં રણબીર કપૂર પોતાની પત્ની આલિયા ભટ્ટની સાથે પહોંચ્યાં હતાં. જેમાં રણબીર કપૂર બ્લેક કૂર્તામાં તો આલિયા ગ્રીન કલરની ડ્રેસમાં નજરે પડી હતી.

બોલીવૂડનાં ખાન પણ પહોંચ્યા પાર્ટીમાં
તો સલમાન ખાન પણ બ્લૂ શર્ટમાં સ્ટાઇલીશ એન્ટ્રી લઇને આવ્યાં હતાં. ફિલ્મોની બહાર સલમાન ખાન મોટાભાગે બ્લૂ અને બ્લેક રંગોનાં કપડાઓમાં જ નજરે આવતાં હોય છે. સલમાન સિવાય શાહરૂખ ખાન પણ આ પાર્ટીમાં પહોંચ્યા હતાં.

મીકા સિંહ પણ મૂડમાં
પાર્ટીનાં વાયરલ થઇ રહેલા વીડિયો પરથી જોઇ શકાય છે કે આ પાર્ટીમાં મીકા સિંહે પણ ધૂમ મચાવી હતી. માઇક લઇને પાર્ટીમાં તમામનું દિલ પોતાનાં સંગીતથી જીતનારા મીકાસિંહ ખુશ દેખાઇ રહ્યાં છે.

કોણ છે અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચેન્ટ
ન્યૂયોર્ક યૂનિવર્સિટીથી ગ્રેડ્યુએશન કરેલ રાધિકા, એનકોર હેલ્થકેરનાં બોર્ડમાં નિર્દેશકનાં રૂપે કામ કરે છે. રાધિકા મૂળરૂપે ગુજરાતનાં કચ્છથી છે પરંતુ છેલ્લા ઘણાં સમયથી મુંબઇમાં રહે છે. તેમણે મુંબઇનાં કેથેડ્રલ અને જોન કૉનન સ્કૂલ અને જુહૂ સ્થિત મોંડિયલ વર્લ્ડ સ્કૂલથી પોતાનું ભણતર કરેલ છે. ત્યારબાદ તેમણે બીડી સોમાની ઇન્ટરનેશનલ સ્કૂલથી ઇન્ટરનેશનલ લેવલની ડિપ્લોમા પદવી હાસિલ કરી છે. રાધિકા એનકોર હેલ્થકેરનાં મુખ્ય કાર્યકારી અધિકારી વીરેન મર્ચન્ટ અને શેલા મર્ચન્ટની પુત્રી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow