અંબાજી, બહુચરાજી, શામળાજી, ઊંઝા ઉમિયા મંદિર અને મોઢેરાનું મોઢેશ્વરી મંદિર સૌરઊર્જાથી ઝળહળ્યું

અંબાજી, બહુચરાજી, શામળાજી, ઊંઝા ઉમિયા મંદિર અને મોઢેરાનું મોઢેશ્વરી મંદિર સૌરઊર્જાથી ઝળહળ્યું

ગુજરાતી પ્રજાના આધ્યાત્મિક ઊર્જાનાં કેન્દ્રબિંદુ સમાન યાત્રાધામો સૌરઊર્જા ક્રાંતિમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઉત્તર ગુજરાતના અંબાજી, બહુચરાજી, ઊંઝા ઉમિયા માતા મંદિર, શામળાજી અને મોઢેરા મોઢેશ્વરી માતા મંદિર સહિત પાંચ મંદિરોમાં કુલ 398 કિલોવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવી છે. જેને કારણે આ મંદિર ટ્રસ્ટોના માથેથી વીજબિલનું ભારણ ઘટવાની સાથે વીજબચત પણ થઇ રહી છે.

અંબાજીમાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે પ્રવેશદ્વાર નં.9 પર રૂ.16 લાખના ખર્ચે હાઈડ્રોલિક લિફ્ટ, રૂ.10.47 લાખના ખર્ચે પીવાના પાણીની વ્યવસ્થા, વીજબચત માટે રૂ.9.56 લાખના ખર્ચે હાઈમાસ્ટની સુવિધા, મંદિર પરિસરમાં રૂ.44.23 લાખના ખર્ચે 98 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ, ગબ્બર પરિક્રમાપથ પર 18.63 લાખના ખર્ચે સ્ટ્રીટલાઈટ ફિટિંગ કરાઇ છે. શામળાજી મંદિરમાં રૂ.8.86 લાખના ખર્ચે 25 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવાઇ છે. તેમજ રૂ.8.04 લાખના ખર્ચે સોલાર સંચાલિત પીવાના પાણીની સુવિધા ઊભી કરાઇ છે. મોઢેરામાં મોઢેશ્વરી મંદિર ખાતે 65 લાખની 145 કિલોવોટની સોલાર રૂફટોપ લગાવાઇ છે.

બહુચરાજી મુખ્ય મંદિર પરિસર ઉપરાંત મંદિર સંચાલિત વલ્લભ ભટ્ટની વાવ, ભોજનાલય, યાત્રિક ભવન સહિતના સ્થળોએ 100 કિલોવોટની સોલાર રૂફટોપ લગાવાઇ છે. જેને કારણે મંદિરને 7 થી 8 લાખની વીજબિલમાં બચત થઇ રહી છે. સોલાર રૂફટોપ યોજનામાં સરકાર હસ્તકનાં યાત્રાધામોનો તમામ ખર્ચ રાજ્ય સરકાર વહન કરે છે. ખાનગી ટ્રસ્ટ સંચાલિત યાત્રાધામોમાં 70 % ખર્ચ સરકાર અને 30 ટકા ખર્ચ ખાનગી ટ્રસ્ટ કરે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow