શરીરની સાથે સાથે મગજ પણ થાય છે ઘરડું, આવા સંકેત જોવા મળે તો સમજી જજો આવી ગયું મગજનું વૃદ્ધત્વ

શરીરની સાથે સાથે મગજ પણ થાય છે ઘરડું, આવા સંકેત જોવા મળે તો સમજી જજો આવી ગયું મગજનું વૃદ્ધત્વ

ઉંમર વધવાની સાથે સાથે વ્યક્તિના શરીરમાં પણ ઘણા પ્રકારના બદલાવ નજર આવે છે અને એ સાથે જ આ વાતનો અસર વ્યક્તિના મગજ પર પણ પડે છે. જણાવી દઈએ કે શરીરના અન્ય ભાગોની જેમ, આપણું મગજ પણ વૃદ્ધ થાય. જ્યારે કોઈ વ્યક્તિ 30 વર્ષની થાય છે ત્યારે તેનું મગજ સંકોચવાનું શરૂ કરે છે અને 60 સુધી પંહોચવા પર આ પ્રક્રિયા વધુ ઝડપી બને છે. જણાવી દઈએ કે જેમ જેમ આપણા મગજનું પ્રમાણ ઘટતું જાય છે તેમ તેમ આપણી જ્ઞાનાત્મક ક્ષમતાને અસર થાય છે અને એ સાથે લોકોને વસ્તુ યાદ રાખવામાં તકલીફ પડવા લાગે છે. આ સાથે જ ધ્યાન કેન્દ્રિત કરવામાં અને મલ્ટી-ટાસ્કિંગ કાર્યો કરવામાં ઘણી મુશ્કેલીઓ પડવા લાગે છે.

એકપર્ટ અનુસાર વધતી ઉંમર સાથે શરીરના બાકીના ભાગોની તુલનામાં મગજ સૌથી વધુ પ્રભાવિત થાય છે. આખા શરીરમાં મગજ એક એવું અંગ છે જે વ્યક્તિ જીવે ત્યાં સુધી કામ કરતું રહે છે પણ જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે એમ એમ મગજમાં પણ ઘણા ફેરફારો થાય છે. આજે અમે તમને આવા જ કેટલાક એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના પરથી જાણી શકાય કે વ્યક્તિનું મગજ વૃદ્ધ થવા લાગ્યું છે.

મેમરી લોસ
જેમ કોઈ વ્યક્તિ 60 વર્ષની ઉંમર તરફ આગળ વધે છે એમ એમ તમારી યાદશક્તિમાં ફેરફાર થવા લાગે છે. અને આ સંકેતો ખૂબ જ સામાન્ય છે. જેમ કે તમે ચાવી ક્યાં છોડી હતી તે ભૂલી જવું, પાસવર્ડ ભૂલી જવો અથવા મિત્ર કે કોઈ થોડી જાણીતી વ્યક્તિનું નામ ભૂલી જવું. જણાવી દઈએ કે આ ઉંમર સંબંધિત મેમરી લોસના સામાન્ય લક્ષણો છે.‌

સમજવામાં સમસ્યા
ઉંમર થવાની સાથે બ્રેન વોલ્યુમમાં ઘટાડાની સાથે સાથે ફ્રન્ટલ લોબ અને હિપ્પોકેમ્પસ શરીરના બાકીના ભાગો કરતાં વધુ સંકોચાય છે.  સંજ્ઞાનાત્મક કાર્યો સારી રીતે કામ ન કરવાને કારણે ઘણી વસ્તુઓને સમજવામાં વધુ પડતી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ખોટા નિર્ણય લઈ લેવા
લોકોમાં યાદશક્તિ નબળી પડતા પહેલા કંઇક નક્કી ન કરી શકવું અથવા ખોટા નિર્ણયો લેવા જેવા સંકેતો દેખાવા લાગે છે.‌

મૂડ અચાનક બદલી જવો
જેમ જેમ તમારું મગજ  ઘરડું થતું જાય છે એમ એમ મગજની કામ કરવાની રીતમાં ફેરફાર થાય છે અને તે તમારા ઈમોશનલ ફંક્શનને પ્રભાવિત કરે છે.  જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ-તેમ વારંવાર મૂડ સ્વિંગની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

નજીકનું જોવામાં સમસ્યા આવી
દ્રષ્ટિ સંબંધિત સમસ્ય પણ વૃદ્ધત્વનો સંકેત છે. ઉંમર વધતાની સાથે સાથે નજીકનું જોવામાં સમસ્યા થવા લાગે છે.

ચિંતા અને ડિપ્રેશન
જેમ-જેમ મગજ વૃદ્ધ થતું જાય છે તેમ-તેમ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થવા લાગે છે. અને ધીરે ધીરે  વધતી ઉંમરની સાથે ચિંતા અને ડિપ્રેશનની સમસ્યા સામાન્ય થવા લાગે છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow