ટિ્વટર પર હવે બ્લૂની સાથે ‘ગ્રે’ અને ‘ગોલ્ડ’ ચેક પણ જોવા મળશે

ટિ્વટર પર હવે બ્લૂની સાથે ‘ગ્રે’ અને ‘ગોલ્ડ’ ચેક પણ જોવા મળશે

ટિ્વટર હવે આગામી શુક્રવાર સુધીમાં બ્લૂ ચેક સબસ્ક્રિપ્શન ફીચર લોન્ચ કરી શકે છે. કંપનીના સીઈઓ ઈલોન મસ્કે એક ટિ્વટના જવાબમાં આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ટિ્વટર આગામી શુક્રવારે એટલે કે 2 ડિસેમ્બરે બ્લૂ ચેક સબસ્ક્રિપ્શન સંભવિત રીતે લોન્ચ કરી શકે છે. મસ્કે કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સંગઠનો અને વ્યક્તિઓ માટે અલગ અલગ રંગના ચેકનો ઉપયોગ કરાશે.

મસ્કે એક ટિ્વટમાં કહ્યું હતું કે કંપનીઓ માટે ગોલ્ડ ચેક, સરકારો માટે ગ્રે ચેક, સેલિબ્રિટી કે અન્ય વ્યક્તિઓ માટે વાદળી ચેક હશે. મસ્કે કહ્યું કે ચેક એક્ટિવ થતાં પહેલાં તમામ વેરિફાઈડ એકાઉન્ટ્સને મેન્યુઅલ રીતે પ્રમાણિત કરાશે.

ખરેખર કંપનીએ તાજેતરમાં બહાર પાડેલી 8 ડૉલરની બ્લૂ ચેક સબસ્ક્રિપ્શન સેવા અટકાવી દીધી હતી કેમ કે તેના લીધે ફેક એકાઉન્ટનું પૂર આવી ગયું હતું. તેના પછી જણાવાયું હતું કે ફરી માગ થતા બ્લૂ ચેક સબસ્ક્રિપ્શન સેવા 29 નવેમ્બરથી ફરી શરૂ કરાશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow