સૌ.યુનિ. શુક્ર-શનિ રમતમય, 74 કોલેજના 417 ખેલાડીઓ દોડ, કૂદ, હર્ડલ્સ સહિતના કરતબ બતાવશે

સૌ.યુનિ. શુક્ર-શનિ રમતમય, 74 કોલેજના 417 ખેલાડીઓ દોડ, કૂદ, હર્ડલ્સ સહિતના કરતબ બતાવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 9 અને 10 ડીસેમ્બરના રોજ એથલેટીક્સ મીટ સ્પર્ધા યોજાવાની છે. જેમાં યુવક-યુવતીઓ માટે 19 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે પ્રથમ વખત યુવતીઓ માટે વાંસ કૂદ ઇવેન્ટ ઉમેરવામાં આવી છે. જેમા 74 કોલેજના 417 ખેલાડીઓ દોડ, કૂદ, હર્ડલ્સ સહિતમા કરતબ બતાવશે.

આ રમતો રમાશે
યુનિવર્સિટી કેમ્પસ દ્વારા વાર્ષિક ખેલકૂદ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ભાઈઓ - બહેનો માટે 100, 200, 400, 800, 1500, 5000 અને 10,000 મીટર દોડ, ભાઈઓ માટે 110 મીટર તો બહેનો માટે 100 મીટર હર્ડલ્સ, બંને કેટેગરીમાં 400 મીટર હર્ડલ્સ, લોંગ જમ્પ, હાઈ જમ્પ, ત્રિપલ જમ્પ, વાંસ કૂદ, શોટ પુટ, ડિસ્ક થ્રો, જેવલીન થ્રો, હથોડા ફેંક, 4 બાય 100 મીટર અને 4 બાય 400 મીટર રીલેની ઇવેન્ટ યોજાશે. જેમા આ વખતે 74 કોલેજના 220 બોયઝ અને 197 યુનિવર્સિટીના શારીરીક શિક્ષણ વિભાગની ગર્લ્સ ભાગ લઈ રહી છે.

તૈયારીઓને આખરી ઓપ
યુનિવર્સીટી કેમ્પસ પર યોજાનાર ખેલકૂદ મહોત્સવને લઇ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ભાઈઓ- બહેનો માટે 19 ઇવેન્ટ યોજાવવાની છે જેમાં આ વખતે બહેનો માટે નવી વાંસ કૂદ ઇવેન્ટ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow