બધી ગંદકી એક ઝટકામાં થઈ જશે બહાર, બોડીને ડિટોક્સ કરવા બેસ્ટ છે આ 5 સુપર ડ્રિંક, આજથી જ શરૂ કરો સેવન

બધી ગંદકી એક ઝટકામાં થઈ જશે બહાર, બોડીને ડિટોક્સ કરવા બેસ્ટ છે આ 5 સુપર ડ્રિંક, આજથી જ શરૂ કરો સેવન

સ્વસ્થ્ય રહેવા માટે યોગ્ય માત્રામાં પોષક તત્વોની જરૂર હોય છે જેને ભોજનમાંથી બોડી અવશોષિત કરે છે.  

પરંતુ ખરાબ લાઈફસ્ટાઈલ, બીમારીઓના કારણે આ ક્ષમતા ઓછી થઈ શકે છે. એવામાં આખી સિસ્ટમને રીસેટ કરવા માટે ડિટોક્સિફિકેશન જરૂરી છે. આમ તો તેને દવાઓની મદદથી પણ કરી શકાય છે. પરંતુ નેચરલ ડિટોક્સના વિકલ્પને વધારે પસંદ કરી શકાય છે.

બોડી ડિટોક્સ કરવાથી શું થાય છે?
તેનાથી લોહી શુદ્ધ થાય છે. માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે, ભૂખ અને ક્રેવિંગ, પીડા ઘટે છે. આ સિવાય હોર્મોન્સનું સંતુલન, ઊંઘમાં સુધારો, પાચન અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા જેવા ફાયદા છે. કીડની, ફેફસા, લીવર જેવા મહત્વના અંગો પણ ગંદકી સાફ કરવામાં મદદ કરે છે.  

ન્યુટ્રિશનિસ્ટ લવનીત બત્રા જણાવે છે કે નેચરલ ડિટોક્સ વોટર લોકોમાં વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. ડિટોક્સ વોટરની અસર તેમાં રહેલા ઘટકોના ગુણધર્મો પર નિર્ભર કરે છે. આવી સ્થિતિમાં અહીં જણાવેલી ડિટોક્સ વોટર રેસિપી શરીરમાંથી ગંદકી દૂર કરવાની સાથે ઘણા હેલ્ધી ફાયદા પણ આપી શકે છે.

આ રીતે કરો બોડીને ઘરે ડિટોક્સ

ધણાનું પાણી
ધાણાનું પાણી નેચરલ મૂત્રવર્ધક પદાર્થ તરીકે કામ કરે છે. આવી સ્થિતિમાં શરીરની તમામ ગંદકી પેશાબના માર્ગે નીકળી જાય છે.  

આ ઉપરાંત તે ઇન્સ્યુલિનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને લીવરને સ્વસ્થ રાખે છે. જે મેટાબોલિઝમને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમે પહેલાથી જ મૂત્રવર્ધક દવા લઈ રહ્યા છો, તો તેનો ઉપયોગ ટાળો.

કેવી રીતે કરશો સેવન
1 ચમચી ધાણાને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. અથવા ધાણાને પાણીમાં 10 મિનિટ સુધી ઉકાળો. તેને ગાળીને દરરોજ સવારે ખાલી પેટે તેનું સેવન કરો.

સફરજન-તજનું પાણી
સફરજન તજનું પાણી મેટાબોલિઝમ બૂસ્ટર તરીકે કામ કરે છે. સફરજન-તજ એ એન્ટિઓક્સિડન્ટ્સ અને ફ્લેવોનોઈડ્સનો ઉત્તમ સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. બ્લડ શુગરને નિયંત્રિત કરે છે અને હૃદય રોગને અટકાવે છે. આ સિવાય તેમાં રહેલા પોષક તત્વો શરીરને ડિટોક્સ કરવાનું પણ કામ કરે છે.

કેવી રીતે કરશો તૈયાર?
એક ગ્લાસ પાણીમાં સફરજનના ટુકડા અને 1 તજ નાખીને થોડા કલાકો સુધી રહેવા દો. પછી તેનું સેવન કરો.

કાકડી, ફુદીના, આદુ, લીંબુ
ન્યુટ્રિશનિસ્ટ્સ કહે છે કે તે એક પાવરફુલ ડિટોક્સ ડ્રિંક છે. જેમાં જ્યાં લીંબુ કુદરતી ડિટોક્સિફાયર છે. તે ઝેરી તત્વોને બહાર કાઢવા સાથે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. ફુદીનો પાચન માટે સારું છે. કાકડીમાં 96% પાણી હોય છે. જે શરીરને વધારાનું હાઇડ્રેશન પ્રદાન કરે છે. જ્યારે આદુ રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને પાચનમાં મદદ કરે છે, પેટને સાફ રાખે છે.

કેવી રીતે કરવું સેવન?
કાકડી, ફુદીનો, આદુ, લીંબુના કેટલાક ટુકડાને પાણીમાં મિક્સ કરો અને બરાબર હલાવો. આ મિશ્રણને આખી રાત અથવા ઓછામાં ઓછા 4 કલાક માટે રહેવા દો. હવે તેને ગાળીને તેનું સેવન કરો.

સ્ટ્રોબેરી અને લીંબુ
નિષ્ણાતો કહે છે કે સ્ટ્રોબેરી અને લીંબુ મિક્સ કરીને પાણી પીવું શરીરને ડિટોક્સ કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. સ્ટ્રોબેરીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ ઉપરાંત તે એન્ટીઓક્સીડેન્ટ ઘટાડવામાં અને ઇન્સ્યુલિનનું સ્તર જાળવવામાં મદદ કરે છે. તે જ સમયે તેની સાથે લીંબુ પાચનમાં મદદ કરે છે અને શરીરના પીએચ સ્તરને સંતુલિત કરે છે.

કેવી રીતે કરવું સેવન?
સ્ટ્રોબેરી અને લીંબુના કેટલાક ટુકડાને એક ગ્લાસ પાણીમાં 3-4 કલાક પલાળી રાખો. હવે તેને આખા દિવસ દરમિયાન ધીમે ધીમે પીવો.

જીરાનું પાણી
જીરાના પાણીમાં એન્ટિ-ઓક્સિડન્ટ, એન્ટિ-માઇક્રોબાયલ ઔષધીય ગુણો હોય છે, જે શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. આ સાથે તેના સેવનથી મેટાબોલિઝમ વધે છે અને ભૂખ લાગવા લાગતા હોર્મોન્સ નિયંત્રિત રહે છે. જેના કારણે તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક છે.

કેવી રીતે કરવું સેવન
રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું પલાળી દો. સવારે આ પાણીને ગાળીને ખાલી પેટે તેનું સેવન કરો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow