ભારત સહિત દુનિયાભરમાં લોકોને પોલીસમાં વિશ્વાસ વધ્યો

ભારત સહિત દુનિયાભરમાં લોકોને પોલીસમાં વિશ્વાસ વધ્યો

વિશ્વભરમાં લોકોને પોલીસ પર ભરોસો વધ્યો છે. એક સરવેમાં સામેલ 72% લોકો માને છે કે તેમને ત્યાં કાયદો-વ્યવસ્થા સુધર્યા છે. તે એક વર્ષ પહેલાં કરતાં 2% વધુ છે. 10માંથી 7 લોકો રાત્રે એકલા ચાલવામાં સુરક્ષિત અનુભવે છે. ગેલપે 140 દેશમાં કરેલા સરવેના આધાર પર ગ્લોબલ લૉ એન્ડ ઓર્ડર ઇન્ડેક્સ-2023 જારી કરાયો છે. આ સરવે 2022માં વિશ્વભરમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ અંગે જણાવે છે. ઇન્ડેક્સ 1 થી લઇને 100ના સ્કોરના હિસાબથી બનાવાયો છે. જેનો સ્કોર વધુ છે, ત્યાંના લોકો ખુદને એટલા વધુ સુરક્ષિત અનુભવે છે.

સરવે અનુસાર 2022માં વિશ્વનો સ્કોર 83 રહ્યો, જે 2021ને બિલકુલ બરાબર રહ્યો. ભારત 82ના સ્કોરની સાથે 55મા સ્થાન પર છે. અગાઉના ઇન્ડેક્સમાં 80ના સ્કોરની સાથે 69મા ક્રમાંકે હતું. કેનેડા અને અમેરિકામાં લોકોનો ત્યાંની પોલીસ પર ભરોસો ઘટ્યો છે. કેનેડા ગત વર્ષે 87ના સ્કોર સાથે 21મા ક્રમાંકે હતું, જે આ વર્ષે 83ના સ્કોરની સાથે 45મા નંબરે પહોંચી ગયું છે. જ્યારે અમેરિકા 41મા સ્થાનેથી 52મા સ્થાને પહોંચી ગયું છે. જોકે તેનો સ્કોર 83 જ રહ્યો. રિપોર્ટ અનુસાર કેનેડામાં હિંસક અપરાધો અને હત્યાઓ વધી છે જેને કારણે કેનેડામાં તેજીથી સ્થિતિ બગડી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow