અક્કીની 13 વર્ષની દીકરીને અજાણ્યા શખ્સે અશ્લીલ મેસેજ કર્યો!

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે શુક્રવારે ખુલાસો કર્યો કે તેની 13 વર્ષની દીકરી નિતારા જ્યારે ઓનલાઈન ગેમ રમી રહી હતી, ત્યારે એક શખ્સે અશ્લીલ મેસેજ કર્યો અને ન્યૂડ ફોટો માગ્યો. અક્ષય કુમારે 3 ઓક્ટોબરના રોજ મુંબઈ પોલીસના "સાયબર અવેયરનેસ મંથ 2025" ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને સિનિયર પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
અક્ષય કુમારે સીએમ દેવેન્દ્ર ફડણવીસને કહ્યું કે- આપણા મહારાષ્ટ્ર રાજ્યમાં, ધોરણ 7, 8, 9 અને 10 ના બાળકો માટે દર અઠવાડિયે 'સાયબર પીરિયડ' હોવો જોઈએ, જેમાં આ બધી બાબતોથી બાળકોને અવગત કરાવવામાં આવે અને સાયબર ક્રાઈમ થતો અટકાવી શકાય.
અક્ષય કુમારની પુત્રી નિતારા 13 વર્ષની છે. એક્ટર ઘણીવાર પોતાની પુત્રીને મીડિયાથી દૂર રાખે છે. જોકે તે ક્યારેક-ક્યારેક પોતાની પુત્રી સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે, પરંતુ નિતારાનો ચહેરો ઘણીવાર ફોટામાં છુપાયેલો રહે છે.
અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાની પ્રેમ કહાની અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્ન 17 જાન્યુઆરી, 2001ના રોજ થયા હતા. ટીવી શો "યારોં કી બારાત" માં, અક્ષય કુમારે ખુલાસો કર્યો કે તે ફિલ્મફેર માટે ફોટોશૂટ દરમિયાન ટ્વિંકલ ખન્નાને પહેલી વાર મળ્યો હતો. બાદમાં તેઓ "ઝુલ્મી" ના શૂટિંગ દરમિયાન મળ્યાં હતાં, જ્યાંથી અફેરની શરૂઆત થઈ. લગભગ અઢી વર્ષ પછી, અક્ષયે પ્રપોઝ કર્યું.