અગરકરે કહ્યું- દરેક મેચમાં રોહિત અને કોહલીની કસોટી કરવી મૂર્ખામી
ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે શુક્રવારે કહ્યું હતું કે દરેક મેચ પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવું મૂર્ખામીભર્યું હશે.
અગરકરે કહ્યું, "બંનેના પ્રદર્શનનું મૂલ્યાંકન શ્રેણીમાં તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવશે, દરેક મેચના આધારે નહીં.
રોહિત અને કોહલી સાત મહિનાની ગેરહાજરી પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરી રહ્યા છે. તેઓએ છેલ્લે 9 માર્ચ, 2025ના રોજ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેઓ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં રમ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીની પહેલી મેચ 19 ઓક્ટોબરે રમાશે.