કેન્સરનો જંગ જીત્યા બાદ હવે મમતા મોહનદાસને ઓટોઇમ્યુન બીમારી થઈ

કેન્સરનો જંગ જીત્યા બાદ હવે મમતા મોહનદાસને ઓટોઇમ્યુન બીમારી થઈ

સાઉથની લોકપ્રિય એક્ટ્રેસ મમતા મોહનદાસે એકથી ચઢિયાતી એક ફિલ્મમાં કામ કર્યું છે. મમતાએ પોતાની સુંદરતાથી ચાહકોને દીવાના બનાવ્યા હતા. જોકે, મમતા હાલમાં ગંભીર બીમારી સામે લડી રહી છે. મમતાએ સો.મીડિયામાં આ અંગે વાત કરી હતી. તેને ઓટો ઇમ્યુન બીમારી વિટિલિગો (પાંડુરોગ, બોલચાલની ભાષામાં સફેદ ડાઘ) છે. મમતાએ એમ પણ કહ્યું હતું કે તેની ચામડીનો મળૂભૂત રંગ ધીમે ધીમે બદલાઈ રહ્યો છે.  

મમતા મોહનદાસે સો.મીડિયામાં શું કહ્યું?
38 વર્ષીય મમતા મોહનદાસે સો.મીડિયામાં પોતાની તસવીર શૅર કરી છે, જેમાં તે ખુરશીમાં બેઠી છે અને તેના હાથમાં કપ છે. તેણે બ્લેક ડ્રેસ પહેર્યો છે, બ્લેક ટી શર્ટ તથા જેકેટમાં જોવા મળે છે. તેણે પોસ્ટમાં કહ્યું હતું, 'ડિયર સૂર્ય, મેં પહેલાં ક્યારેય નહોતું કર્યું, પરંતુ હું હવે તને ગળે લગાડું છું. ડાઘા પડી ગયા છે... મારો મૂળભૂત રંગ બદલાઈ રહ્યો છે. હું રોજ સવારે ઝાકળમાંથી તારું પહેલું કિરણ જોવા માટે તારી સામે જ ઊઠું છું. તમારી પાસે જે પણ છે તે બધું જ મને આપો, કારણ કે હું તમારી કૃપાથી હંમેશાં તમારી ઋણી રહીશ. આજથી હંમેશના માટે....'  

ચાહકો સપોર્ટમાં આવ્યા
મમતાને વિટિલિગો નામની બીમારીની જાણ થતાં જ સેલેબ્સ તથા ચાહકો સપોર્ટમાં આવ્યા હતા. એક યુઝરે કહ્યું હતું કે તમે ફાઇટર છો અને તમે ઘણાં જ સુંદર છો. અન્ય એકે કહ્યું હતું કે તમે ઘણાં જ શક્તિશાળી મહિલા છો. ચાહકો તમને ઘણો જ પ્રેમ કરે છે. તમે બીજા માટે પ્રેરણાદાયી છો. બીજા એકે કહ્યું હતું કે તમે બધા માટે પ્રેરણારૂપ છો. તમે જલ્દીથી સાજા થઈ જશો. ભગવાન તમારું ભલું કરે.

કેન્સરને માત આપી છે
મમતાને 2013માં કેન્સરે ઊથલો માર્યો હતો અને તેણે અમેરિકામાં સારવાર કરાવી હતી. ત્યારથી તે લોસ એન્જલસમાં જ રહે છે. 2014માં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું. 'મને ખ્યાલ નથી કે હું પહેલાં જેટલી જ મજબૂત છું. પહેલાં મને કોઈ જાતની ચિંતા રહેતી નહીં, પરંતુ જીવનમાં પહેલી વાર હું ડરી ગઈ હતી. પોઝિટિવ રહો તે વાત કહેવી ઘણી જ સરળ છે. પરંતુ આ વખતે મને થયું કે ડરવું પણ સામાન્ય છે.'

મમતાએ કઈ કઈ ફિલ્મમાં કામ કર્યું છે?
મમતા મોહનદાસના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે 2005માં મલયાલમ ફિલ્મ 'મયૂખમ'થી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે 'બસ કન્ડક્ટર', 'અદુબુથમ', 'લંકા', 'મધુચંદ્રલેખા' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. મમતા એક્ટ્રેસની સાથે સાથે લોકપ્રિય સિંગર પણ છે. તેણે મલયલામ ઉપરાંત તેલુગુ, કન્નડ, તમિળ ફિલ્મમાં પણ કામ કર્યું છે.

લગ્નને વર્ષ થાય તે પહેલાં જ ડિવોર્સ થયાં
મમતાએ બહરિનના બિઝનેસમેન પ્રાજીત પદ્મનાભન સાથે નવેમ્બર, 2011માં સગાઈ કરી હતી અને 28 ડિસેમ્બર, 2011માં લગ્ન કર્યા હતા. જોકે, 12 ડિસેમ્બર, 2012ના રોજ બંનેએ ડિવોર્સ ફાઇલ કર્યા હતા. લગ્નની ફર્સ્ટ એનિવર્સરી સેલિબ્રેટ કરે તે પહેલાં જ બંને અલગ થઈ ગયા હતા.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow