રિવરફ્રન્ટ પર સી પ્લેન, અટલ બ્રિજ બાદ વધુ એક નવું આકર્ષણ, ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની માણી શકશો મોજ, જુઓ PHOTOS

રિવરફ્રન્ટ પર સી પ્લેન, અટલ બ્રિજ બાદ વધુ એક નવું આકર્ષણ, ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની માણી શકશો મોજ, જુઓ PHOTOS

અમદાવાદના વિકાસને ચાર ચાંદ લગાવવામાં રિવરફ્રન્ટનું યશસ્વી યોગદાન રહ્યું છે. ફાળો મહત્વનો રહ્યો છે. રિવરફ્રન્ટ ખાતે એકબાદ એક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટો અને આયોજનો થઈ રહ્યા છે. સી પ્લેન, અટલ બ્રિજ બાદ વધુ એક નઝરાણા અંગે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે જેના માટે ક્રૂઝની બોડી બનાવવાનું કામ આરંભી દેવામાં આવ્યુ છે. આ ક્રૂઝ એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહથી લોકોને રિવરફ્રન્ટમાં સફર કરતુ જોવા મળશે.

આ ક્રૂઝમાં 2 માળ બનાવવામાં આવશે

મહત્વનું છે કે આ ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે વર્ષ 2011 ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી જે કોઇ કારણસર રદ્દ થતા ફરી નવેસરથી ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને હવે પીરાણા રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝની બોડી બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે.વાસણા બેરેજ ખાતે ક્રૂઝની બોડી તૈયાર કરવામાં આવી રહીં છે. ક્રૂઝની બોડી તૈયાર થતા નદીમાં ઉતારાયા બાદ ઈન્ટિરિયર ડિઝાઈન તૈયાર કરવામાં આવશે.


તાજેતરમાં થયેલા ટેન્ડરિંગ બાદ ક્રૂઝની બોડી કરાઈ રહીં છે તૈયાર

સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ વચ્ચે આ ક્રુઝ સફર કરશે. જેનો રૂટ દોઢ કલાકનો રહેશે. વધુમાં 2 માળ બનાવવામાં આવશે. ઉપરાંત 150 જેટલા લોકોની ક્ષમતા ધરાવશે. 2 માળના ક્રુઝમાં પ્રથમ માળ AC વાળો હશે જ્યારે બીજા માળમાં ઓપન સ્પેશ રાખવામાં આવશે. વધુમાં ક્રૂઝમાં બર્થ-ડે, ડાન્સ, એનિવર્સરી, કોર્પોરેટ પાર્ટીનું આયોજન થઈ શકે તેવી પણ વ્યવસ્થા કરાઈ છે. ઉપરાંત ક્રૂઝમાં લાઇવ મ્યુઝિક, લાઇવ શો, વિવિધ પરર્ફોર્મ્સ પણ કરી શકાશે.આ ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરાનો વર્ક ઓર્ડર રિવરફ્રન્ટ કંપનીએ અક્ષર ટ્રાવેલ્સ કંપનીને આપ્યો છે. MOU મુજબ અક્ષર ટ્રાવેલ્સ રિવરફ્રન્ટ કંપનીને વાર્ષિક 45 લાખ રૂપિયા ચૂકવશે જ્યારે લોકો પાસેથી સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ વચ્ચેની દોઢ કલાકની સવારીનો કેટલો ચાર્જ વસુલવો તે અક્ષર ટ્રાવેલ્સ નક્કી કરશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow