રિટાયરમેન્ટ બાદ સરકાર દર મહિને આપશે 18500 રૂપિયા, બસ કરવું પડશે ફક્ત આટલું રોકાણ

રિટાયરમેન્ટ બાદ સરકાર દર મહિને આપશે 18500 રૂપિયા, બસ કરવું પડશે ફક્ત આટલું રોકાણ

જો તમે નોકરી કરો છો તો નિવૃત્તિ પછી સરકાર તમને આ યોજના હેઠળ દર મહિને 18500 રૂપિયા પેન્શન તરીકે આપશે. નિવૃત્તિ પછી જીવન સ્ટેબલ ચાલે તે માટે પૈસાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં સરકાર નાગરિકો માટે ઘણી પેન્શન યોજનાઓ અને રોકાણ યોજનાઓ ચલાવી રહી છે. જે 60 વર્ષ પછી લોકોને ચોક્કસ રકમનો લાભ આપે છે. જો તમે પણ ફ્યૂચરમાં પૈસાની અછતને દૂર કરવા માંગો છો તો તમે આવી જ એક સ્કીમમાં રોકાણ કરી શકો છો.

દર મહિને મળશે 18,500ની રકમ
સરકારની આ યોજના હેઠળ નિવૃત્તિ પછી તમને દર મહિને 18,500 ની રકમ આપવામાં આવશે. આ યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તેના કારણે તેમાં કોઈ નુકસાન નથી અને તેમાં પતિ-પત્ની બંને પેન્શનનો લાભ લઈ શકે છે. આ સિવાય આ સ્કીમ હેઠળ 10 વર્ષ પછી આખી રકમ વ્યાજ સાથે પરત કરવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટેની આ યોજના બીજી કોઈ નહીં પણ પ્રધાનમંત્રી વય વંદના યોજના છે.

માર્ચ 2023 સુધી રોકાણ કરી શકે છે
પ્રધાનમંત્રી વય વંદના યોજના 26 મે 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આમાં 31 માર્ચ 2023 સુધી રોકાણ કરી શકાય છે. આ સ્કીમ હેઠળ વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. અગાઉ તે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તે ભારતીય જીવન વીમા નિગમ હેઠળ ચલાવવામાં આવે છે.

પતિ-પત્ની બંને લઈ શકે છે લાભ
જો દંપતી 60 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે અને રોકાણ કરવા માગે છે તો તેઓ આ સ્કીમમાં અલગથી 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ અંતર્ગત બંને 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ યોજનામાં મહત્તમ 7.40 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ યોજનામાં 60 વર્ષ કે તેથી વધુ વયના લોકો માસિક અથવા વાર્ષિક પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

કેટલું રોકાણ કેટલી રકમ
જો પતિ-પત્ની અલગ-અલગ રોકાણ કરે તો કુલ રકમ 30 લાખ રૂપિયા થશે. આ યોજના હેઠળ 7.40 ટકા વ્યાજ આપવામાં આવશે. જેનો અર્થ છે કે વાર્ષિક વ્યાજ 222000 રૂપિયા અને જો 12 મહિનામાં વહેંચવામાં આવે તો આ રકમ 18500 રૂપિયા થશે. એટલે કે આ રકમ દર મહિને પેન્શન તરીકે આપવામાં આવશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow