વારંવાર રિજેક્શન બાદ આ અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બનાવ્યું પોતાનું અલગ સ્થાન, આજે ઓળખાય છે આ નામથી

વારંવાર રિજેક્શન બાદ આ અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બનાવ્યું પોતાનું અલગ સ્થાન, આજે ઓળખાય છે આ નામથી

હેમામાલિનીએ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જગ્યા બનાવી

60 અને 70ના દાયકાની ટોપ અભિનેત્રી જેની બોલબાલા 80 અને 90ના દાયકામાં ખૂબ રહી અને આજે પણ છે. અમે વાત કરી રહ્યાં છે બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિનીની. જેણે પોતાની કારકિર્દીમાં ઘણા યાદગાર અને દમદાર રોલ નિભાવીને પોતાની અલગ જગ્યા ઈન્ડસ્ટ્રીમાં બનાવી છે. પરંતુ શુ તમે જાણો છો કે કારકિર્દીના શરૂઆતના સમયમાં અભિનેત્રીને ખૂબ રિજેક્શન મળ્યા હતા અને સંઘર્ષનો આ સમય 4 વર્ષ સુધી આમ જ ચાલતો રહ્યો હતો. આખરે તેમને એક તક મળી તો તેમણે પોતાના હાથમાંથી તેને જવા ના દીધી.

આ કારણથી કરાતુ હતુ રિજેક્શન

કહેવામાં આવે છે કે જ્યારે હેમામાલિની ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તે ખૂબ પાતળી હતી અને તેના કારણે તેમને ફિલ્મોમાંથી રિજેક્ટ કરી દેવામાં આવી હતી. નિર્માતા તેમને મળ્યાં બાદ ના પાડતા હતા. પરંતુ માત્ર આ કારણ ન હતુ. પરંતુ તેમને કહેવામાં આવતુ હતુ કે તેમનુ નામ પણ લોકોને પસંદ નહોતુ આવતુ તેઓ હેમા નામ સાંભળતા તો તેમને રિજેક્ટ કરી દેતા હતા. આ ક્રમ 4 વર્ષ સુધી ચાલ્યો અને ચાર વર્ષ સુધી તેઓ માત્ર નાના-મોટા રોલ કરતા રહ્યાં તે પણ સાઉથ સિનેમામાં.

રાજકપૂરની સાથેની પહેલી ફિલ્મ

આખરે તેમને એ તક મળી ગઇ જેની તેઓ રાહ જોતા હતા. 1968માં તેઓ રાજ કપૂરની સાથે સપનોના સૌદાગર ફિલ્મમાં દેખાઈ. જેમાં તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યાં. બસ પછી શુ વાત હતી હેમામાલિનીના ભાગ્યએ પલટી મારી અને તેઓ જોતજોતામાં હિટ થયા અને તેમને જોતજોતામાં હિટ ફિલ્મો મળવા લાગી. સીતા અને ગીતા, લાલ પત્થર, અંદાજ, પ્રતિજ્ઞા અને શોલે જેવી કેટલી હિટ ફિલ્મોમાં હેમામાલિનીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow