પિક પર પહોંચ્યા બાદ સોનાના ભાવ15 દિવસમાં ~2454 ઘટ્યા

પિક પર પહોંચ્યા બાદ સોનાના ભાવ15 દિવસમાં ~2454 ઘટ્યા

સોનામાં ભારે તેજી આવ્યા બાદ સોનાની કિંમતમાં ફરીવાર ઘટાડાનો દોર શરૂ થયો છે. આ મહિનામાં 24 કેરેટ સોનાની કિંમત હજી સુધી 2,454 રૂપિયા ઘટીને 56,343 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગઇ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના કહેવા મુજબ બીજી ફેબ્રુઆરીએ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 58882 હતા.  

આ ભાવ સોનાની સર્વોચ્ચ ઊંચી સપાટી હતી. આ પહેલાં જાન્યુઆરીમાં સોનાના ભાવમાં તેજી નોંધાઇ હતી. માત્ર 15 દિવસના ગાળામાં જ કિંમતો આશરે 2,800 રૂપિયા વધી ગઇ હતી. ત્યારબાદ ફેબ્રુઆરી શરૂ થતાંની સાથે જ ઘટાડાનો દોર શરૂ થયો હતો, જે હજુ સુધી જારી છે.

બજાર સાથે જોડાયેલા નિષ્ણાતો માની રહ્યા છે કે સોનાની કિંમતમાં ઘટાડો વધારે લાંબા સમય સુધી જારી રહેવાની શક્યતા નથી. આઇઆઇએફએલના વાઇસ પ્રેસિડેન્ટ (રિસર્ચ) અનુજ ગુપ્તાએ કહ્યું હતું કે કિંમત 59,000 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા બાદ સ્થાનિક બજારમાં સોનાની માંગણી ઘટી રહી છે.  

જેના કારણે સોનાની કિંમતોમાં પણ ઘટાડાનો દોર શરૂ થયો છે. આ ઉપરાંત વૈશ્વિક અર્થવ્યવસ્થા, ખાસ કરીને અમેરિકાને લઇને જોખમો પણ કેટલાક અંશે ઓછા થયા છે, જેની અસર સોનાની કિંમત પર દેખાઇ રહી છે.

સોનાના ભાવમાં આ કારણોથી કિંમતોમાં ઘટાડો‌‌

1 અમેરિકામાં મજબૂત આર્થિક આંકડાના કારણે જોખમ ઘટ્યાં છે‌‌

2 હાલમાં ઘટાડા બાદ ડોલરમાં ફરી એકવાર તેજી શરૂ થઇ

3 વ્યાજદરમાં વધારો જારી રાખશે તેવો ફેડ દ્વારા સંકેત


4 કિંમતોમાં જોરદાર તેજી બાદ ઘટાડો માટેનો સ્વાભાવિક પ્રવાહ

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow