ચા બનાવ્યા બાદ તેના કૂચા કચરામાં ફેંકી ના દેતા, આ રીતે ઉપયોગમાં લેવાથી થશે ખૂબ ફાયદો

ચા બનાવ્યા બાદ તેના કૂચા કચરામાં ફેંકી ના દેતા, આ રીતે ઉપયોગમાં લેવાથી થશે ખૂબ ફાયદો

ભારતમાં ચાના પ્રેમીઓની કોઈ કમી નથી. પાણી પછી સૌથી વધુ પીવામાં આવતું પ્રવાહી ચા છે. સવારે ઉઠ્યા બાદથી લઈને દિવસભર ફ્રેસ રાખવા માટે ચાની ચુસકીઓ સુકૂન આપે છે. સામાન્ય રીતે ચા બનાવ્યા પછી આપણે વધેલા ચાના કૂચાને ડસ્ટબીનમાં ફેંકી દઈએ છીએ પરંતુ જો તમે તેના ફાયદા વિશે જાણી જશો તો ભૂલથી પણ આ ભૂલ નહીં કરો. ચાલો જાણીએ કે આપણે બાકીના ચાના કૂચાનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરી શકીએ.

વધેલા ચાના કૂચાનો કેવી રીતે કરશો ઉપયોગ?

વાળમાં આવશે ચમક
કેટલાક લોકોના વાળની ​​ચમક ઓછી થવા લાગે છે. આવી સ્થિતિમાં તમે વધેલા ચાના કૂચાનો ઉપયોગ કરી શકો છો. તે કુદરતી કંડીશનરનું કામ કરે છે. આ માટે વઘેલા ચાના કૂચાને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને તેને ગાળી લો. હવે તેને પાણીથી ભરેલા વાસણમાં ઉકાળો અને જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેનાથી વાળ ધોઈ લો, જો તમે આ નિયમિત કરશો તો વાળમાં અદભૂત ચમક આવશે.  

છોડ રહેશે સ્વસ્થ્ય
ઘણા લોકો પોતાના ઘરોમાં છોડ લગાવવાના શોખીન હોય છે. પરંતુ ક્યારેક આ છોડ સુકાઈ જાય છે. આવી સ્થિતિમાં ચાના વધેલા કૂચા સાફ કરીને. તેને કૂંડામાં નાખી દો. તે ખાતરની જેમ કામ કરશે અને છોડ  લીલાછમ જોવા મળશે.

રૂઝાઈ જશે ઘા
ચાના પાંદડામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે. આ જ કારણ છે કે ઘણા લોકો તેનો ઉપયોગ ઈજા પહોંચી હોય તેની સારવાર માટે કરે છે. આ માટે વધેલા ચાના કૂચાને સાફ કરો અને તેને પાણીમાં ઉકાળો અને ઠંડુ થયા પછી તેને ઈજા પર લગાવો પછી થોડીવાર પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

ઓયલી વાસણો થશે સાફ
ઓઈલી વાસણોને સ્વસ્છ કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે. ઘણી વખત તેને સારી રીતે ધોયા પછી પણ તેલની દુર્ગંધ દૂર થતી નથી. આવી સ્થિતિમાં તમે વઘેલા ચાના કૂચાને ઉકાળો અને પછી તેલવાળા વાસણોને સરળતાથી સાફ કરી લો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow