KL રાહુલ બાદ વધુ એક ઇન્ડિયન ક્રિકેટર બંધાશે લગ્નના બંધનમાં, આ તારીખે ફરી શકે છે મંગળફેરા

KL રાહુલ બાદ વધુ એક ઇન્ડિયન ક્રિકેટર બંધાશે લગ્નના બંધનમાં, આ તારીખે ફરી શકે છે મંગળફેરા

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર જલ્દી લગ્ન કરી શકે છે. તેના લગ્ન ભારતીય ઓપનર કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન પછી થશે. રિપોર્ટ અનુસાર શાર્દુલ ઠાકુર તેની પાર્ટનર મિતાલી પારુલકર સાથે આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કરવા બિલકુલ તૈયાર છે. મિતાલી શાર્દુલની મંગેતર છે, બંનેએ વર્ષ 2020માં સગાઈ કરી હતી.

ફેબ્રુઆરીમાં લગ્ન કરશે શાર્દુલ
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડરના લગ્નની અપડેટ તેની મંગેતર અને ભાવિ પત્ની મિતાલીએ પોતે આપી છે. મિતાલીએ જણાવ્યું કે, 'લગ્ન વિધિ 25 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ સમારોહમાં 200-250 મહેમાનો હાજરી આપશે. શાર્દુલ ટીમ ઈન્ડિયાના વ્યસ્ત શેડ્યૂલને કારણે હું લગ્ન માટે બધું જ મેનેજ હું કરી રહી છું. શાર્દુલ લગ્નના દિવસે જ કાર્યક્રમમાં પહોંચશે.

મિતાલીએ એમ પણ કહ્યું કે 'લગ્નનું દરેક ફંક્શન કરજતમાં થશે. અગાઉ અમે ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું આયોજન કર્યું હતું પરંતુ લોજિસ્ટિક્સ અને આટલા બધા લોકોના કારણે તમામ વ્યવસ્થાઓમાં ઘણી સમસ્યાઓ આવી શકત. આ કારણે અમે કર્જતમાં લગ્ન સમારોહનું આયોજન કરવાનું નક્કી કર્યું છે.

2020માં થઈ હતી સગાઈ
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકરે વર્ષ 2020માં સગાઈ કરી લીધી હતી. ત્યારથી ક્રિકેટ ફેંસ કપલના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. હવે આખરે સમાચાર સામે આવ્યા છે કે આ કપલ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે શાર્દુલની પત્ની મિતાલી પારુલકર વ્યવસાયે બિઝનેસ વુમન છે.

જાન્યુઆરીમાં લગ્ન કરશે કેએલ રાહુલ
મહત્વપૂર્ણ છે કે શાર્દુલ સિવાય ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલ આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. રાહુલ તેની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે લગ્ન કરવાના છે. બંનેના લગ્ન 21-23 જાન્યુઆરી વચ્ચે થઈ શકે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow