'KGF 2' બાદ હવે ધનુષની ફિલ્મમાં સંજય દત્ત કરશે ખલનાયકનો રોલ, એક્ટિંગ માટે કરાઇ આટલાં કરોડની ઑફર

'KGF 2' બાદ હવે ધનુષની ફિલ્મમાં સંજય દત્ત કરશે ખલનાયકનો રોલ, એક્ટિંગ માટે કરાઇ આટલાં કરોડની ઑફર

અભિનેતા સંજય દત્તનુ દમદાર પાત્ર જોવા મળશે

સાઉથથી લઇને બોલીવુડ ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોનુ દિલ જીતનારા અભિનેતા ધનુષ, ગ્રે મેન અને નાને વરૂવેન જેવી બેક-ટૂ-બેક સુપરહિટ ફિલ્મોમાં દેખાઈ ચૂક્યા છે. કેપ્ટન મિલર, ગ્રે મેન 2 અને વાથી તેમની મોટા બજેટની અપકમિંગ ફિલ્મો છે. આ ઉપરાંત અભિનેતા નેશનલ એવોર્ડ વિનર ડાયરેક્ટર શેખર કમ્મુલાની ફિલ્મમાં જોવા મળશે. જો કે, અત્યાર સુધી આ ફિલ્મનુ ટાઈટલ નક્કી થયુ નથી. પરંતુ અહેવાલ આવી રહ્યાં છે કે ફિલ્મમાં તેમની સાથે બોલીવુડ અભિનેતા સંજય દત્તનુ દમદાર પાત્ર જોવા મળશે.

ધનુષની સાથે સિલ્વર સ્ક્રીન પર દેખાશે સંજય દત્ત

હાલમાં ધનુષની આ ફિલ્મની જાહેરાત થઇ હતી. પરંતુ હજી સુધી આ અનટાઈટલ્ડ વેન્ચર ફ્લોર પર ગયુ નથી. તાજેતરના રિપોર્ટ મુજબ સંજય દત્ત ધનુષની આગામી ફિલ્મમાં નેગેટીવ રોલમાં દેખાશે. આની પહેલા સંજય દત્તે યશની ફિલ્મ કેજીએફ: ચેપ્ટર 2માં વિલનની ભૂમિકા ભજવી હતી. જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. રિપોર્ટ્સમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે અભિનેતાને આ રોલ માટે 10 કરોડ રૂપિયાની ઑફર કરવામાં આવી છે. સંજય દત્તે આ ફિલ્મ માટે હા પાડી દીધી છે. જો કે, હજી સુધી અભિનેતા અને નિર્માતા તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

ફિલ્મનુ શુટિંગ 2023ના મધ્યમાં શરૂ કરાશે

ફિલ્મનુ પ્રી-પ્રોડક્શનનુ કામ અત્યારે ચાલી રહ્યું છે. ફિલ્મનુ શુટિંગ 2023ના મધ્યમાં શરૂ કરવામાં આવશે. તામિલ તેલુગુ સિવાય તેને હિન્દીમાં પણ એકસાથે શૂટ અને રીલીઝ કરવામાં આવશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow