રિષભ પંતના સમાચાર સાંભળી ક્રિકેટ જગતમાં કોહરામ, પહેલીવાર સામે આવ્યું કોહલીનું નિવેદન; જુઓ સચિને શું કહ્યું

રિષભ પંતના સમાચાર સાંભળી ક્રિકેટ જગતમાં કોહરામ, પહેલીવાર સામે આવ્યું કોહલીનું નિવેદન; જુઓ સચિને શું કહ્યું

ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની કારને શુક્રવારે સવારે લગભગ 5.30 વાગ્યે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે પંત મોડી રાત્રે દિલ્હીથી રૂડકી સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.  

મળતી માહિતી મુજબ, ક્રિકેટરની કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પંતના અકસ્માત પર ક્રિકેટ જગતમાંથી ઘણી પ્રતિક્રિયાઓ પણ આવી છે. વિરાટ કોહલી, સચિન તેંડુલકર સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પંતના સાજા થવા માટે પ્રાર્થના કરી છે.  

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પંતના અકસ્માત પર પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ પંતના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે.

દિગ્ગ્જ ક્રિકેટરોએ પંત માટે પ્રાર્થના કરી
પંતના અકસ્માત બાદ ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન ક્રિકેટ ખેલાડીઓએ પ્રતિક્રિયા આપી હતી. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે પંતના અકસ્માત બાદ કહ્યું હતું કે, ઋષભ પંત, હું તમે જલ્દી સ્વસ્થ થાઓ તેવી પ્રાર્થના કરૂ છું.  

મારી પ્રાર્થના તમારી સાથે છે.” ટીમ ઈન્ડિયાના મહાન બેટ્સમેન વિરાટ કોહલીએ પંતના અકસ્માત બાદ કહ્યું, “ઋષભ પંત જલ્દી સ્વસ્થ થઈ જાઓ. હું તમારી રિકવરી માટે પ્રાર્થના કરું છું.” આ સિવાય વીરેન્દ્ર સેહવાગે પણ પંતના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. સેહવાગે ટ્વિટર પર લખ્યું, “ઋષભ પંતના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના. જલ્દી સ્વસ્થ થાઓ.આ સિવાય અન્ય ઘણા ક્રિકેટરોએ પંતના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.  

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow