દુનિયાના 22 દેશોના નેતાઓને પછાડીને PM મોદી બન્યાં નંબર વન, અમેરિકાની કંપનીએ 'માર્યું મત્તું'

દુનિયાના 22 દેશોના નેતાઓને પછાડીને PM મોદી બન્યાં નંબર વન, અમેરિકાની કંપનીએ 'માર્યું મત્તું'

ગત વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અમેરિકન ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ 'ધ મોર્નિંગ કન્સલ્ટ'ના સર્વેમાં પીએમ મોદી દુનિયાના 22 દેશોના ટોચના નેતાઓને પાછળ છોડીને એપ્રુવલ રેટિંગમાં પહેલા નંબર પર છે. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન અને બ્રિટિશ પીએમ ઋષિ સુનકને પણ પાછળ છોડી દીધા છે.

પીએમ  મોદી 78 ટકા સાથે આ યાદીમાં સૌથી ઉપર
સર્વે મુજબ 22 નેતાઓમાંથી પીએમ  મોદી 78 ટકા સાથે આ યાદીમાં સૌથી ઉપર છે. તે પછી મેક્સિકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 68 ટકા અને સ્વિસ રાષ્ટ્રપતિ એલેન બર્સેટ 62 ટકા સાથે ત્રીજા ક્રમે છે.

18 ટકા લોકોએ મોદીને નાપંસદ કર્યાં
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં લગભગ 18 ટકા લોકો એ વાતથી અસહમત છે કે પીએમ મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે.

બાયડન અને ટ્રુડોને કેટલું મળ્યું રેટિંગ
અમેરિકાના રાષ્ટ્રપતિ  બાયડન અને કેનેડાના જસ્ટિન ટ્રુડોએ 40 ટકાનું રેટિંગ હાંસલ કર્યું છે, જેઓ સાતમા અને નવમા ક્રમે રહ્યા છે. જ્યારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે 30 ટકા રેટિંગ મેળવીને 13મું સ્થાન મેળવ્યું છે.

2022ની સાલમાં પણ પીએમ મોદી રહ્યાં હતા વિશ્વના ટોચના નેતા

ઉલ્લેખનીય છે કે 2022ની સાલમાં પણ લોકપ્રિયતા મામલે પીએમ મોદી નંબર વન બન્યાં હતા તે વખતે પણ બાયડન, પુતિન સહિતના નેતાઓ તેમની પાછળ રહ્યાં હતા. આ પરથી કહી શકાય છે કે પીએમ મોદીની લોકપ્રિયતા જળવાઈ રહી છે તેમાં જરા પણ ઘટાડો થયો નથી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow