ચીન બાદ ભારત એપલ માટે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભર્યું

ચીન બાદ ભારત એપલ માટે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભર્યું

એપ્રિલ-ડિસેમ્બર 2022 દરમિયાન ભારતમાંથી આઇફોનની નિકાસ $2.5 અબજ (રૂ.20 હજાર કરોડ) ને આંબી ચૂકી છે. જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન થયેલી નિકાસથી લગભગ બમણી છે. એપલ માટે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરતી ફોક્સકોન ટેક્નોલોજી અને વિસ્ટ્રોન કોર્પે ગત 9 મહિનામાં અંદાજે રૂ.8236 કરોડથી વધુની નિકાસ કરી છે. જ્યારે અન્ય કોમ્પોનન્ટ કંપની નિર્માતા પેગાટ્રોન કોર્પે જાન્યુઆરીના અંત સુધીમાં રૂ.4,118 કરોડના ગેજેટ્સની નિકાસ કરી છે.

વાસ્તવમાં, ચીનમાં જોવા મળી રહેલી અનિશ્વિતતાઓ, કોવિડ સંક્રમણની નવી લહેર તેમજ અમેરિકામાં રાજકીય તણાવ વચ્ચે એપલ સહિત અનેક અમેરિકન કંપનીઓ ભારતમાં પોતાના મેન્યુફેક્ચરિંગ હબને શિફ્ટ કરી રહી છે. એપલ તેમાં અગ્રેસર છે.

આઇફોનની નિકાસમાં ઉછાળો તે પાછળનું કારણ ગણી શકાય. જો કે ભારતે આ મામલે હજુ પણ લાંબી સફર કાપવાની છે. વર્ષ 2021 દરમિયાન ભારતમાં અંદાજે 30 લાખ એપલ ડિવાઇઝનું ઉત્પાદન થયું હતું. જ્યારે આ દરમિયાન ચીનમાં આ સંખ્યા 23 કરોડ હતી. જો કે ભારતમાં હવે માત્ર આઇફોન નહીં પરંતુ આઇપેડ, આઇપોડ, ઇયરફોનનું પણ ઉત્પાદન થવા લાગ્યું છે.

ચીનની તુલનાએ લેબર કોસ્ટ 50 ટકાથી ઓછો
બ્લૂમબર્ગના એનાલિસ્ટ સ્ટીવન સેંગ અનુસાર, ભારતમાં ઓછા મેન્યુફેક્ચરિંગ ખર્ચ ઉપરાંત આઇફોનનું વધતું માર્કેટ પણ એપલની સપ્લાય ચેઇન માટે ફાયદાકારક છે. ભારતમાં લેબર કોસ્ટ પણ ચીનની તુલનામાં લગભગ અડધો એટલે કે 50% ઓછો છે. તદુપરાંત ભારત સરકાર દ્વારા જાહેર થયેલી PLI સ્કીમ અંતર્ગત પાંચ વર્ષ સુધી મેન્યુફેક્ચરિંગ ખર્ચના 4-6% સુધી સબસિડી અપાઇ રહી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow