રાહુલ ગાંધીને કોંગી નેતાઓની સલાહ, કહ્યું તેલંગાણામાંથી બોધપાઠ લઈ ગુજરાતની ચૂંટણી પર ધ્યાન આપવાની જરૂર

રાહુલ ગાંધીને કોંગી નેતાઓની સલાહ, કહ્યું તેલંગાણામાંથી બોધપાઠ લઈ ગુજરાતની ચૂંટણી પર ધ્યાન આપવાની જરૂર

રાહુલ ગાંધીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3,500 કિલોમીટર લાંબી 'ભારત જોડો પદયાત્રા' આજે તેલંગાણાથી મહારાષ્ટ્ર પહોંચી રહી છે પરંતુ તેલંગાણાની પેટાચૂંટણીમાં કોંગ્રેસનું ત્રીજા સ્થાને આવવાથી પાર્ટીના નેતાઓમાં બેચેની વધારી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીના નેતાઓ શરૂઆતથી જ 'ભારત જોડો યાત્રા'ને અપેક્ષા કરતા વધુ સફળ માની રહ્યા છે. જેના કારણે રાહુલ અને પાર્ટીને ફાયદો થવાનો ગણગણાટ શરૂ થયો છે. અવું પણ કહેવામાં આવ્યું કે જ્યાં યાત્રા નથી ચાલી ત્યાં પણ 'ભારત જોડો યાત્રા'નો સારો પ્રભાવ પડ્યો છે.

પેટા ચૂંટણીથી બોધપાઠ લેવો જોઈએ‌‌યાત્રા અને રાહુલ બંને અત્યાર સુધી સફળ છે, પરંતુ ચૂંટણીમાં નિષ્ફળતા યાત્રાની સફળતા પર નકારાત્મક અસર પાડશે તેવું જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસના કેટલાક નેતાઓનું એવું પણ માનવું છે કે, તેલંગાણાની પેટા ચૂંટણીનો બોધપાઠ લઈને બાકીના સમયમાં ગુજરાતમાં પ્રચાર કરવો જોઈએ તેમજ યાત્રામાં જે દિવસે વિરામ હોય તે દિવસે જઈને પ્રચાર કરવો જોઈએ. યાત્રા શરૂ થયા બાદ રાહુલ ગાંધી હિમાચલ પ્રેદશ અને ગુજરાતની ચૂંટણી માટે એક પણ વખત પ્રચાર કરવા ગયા નથી, પરંતુ જ્યારે યાત્રા તેલંગાણામાંથી પસાર થઈ રહી હતી. ત્યારે વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે. કોંગ્રેસ બીઆરએસ, બીજેપીથી પાછળ ધકાલાઈ અને ત્રીજા નંબરે પહોંચી ગઈ છે.

"રાહુલ અને પ્રયિંકા ગુજરાતમાં પ્રચાર કરશે"‌‌કોંગ્રેસના અગ્રણી નેતા અને રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું કે, મારા રાહુલ ગાંધી સાથે વાત થઈ છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રચાર માટે જશે. તેમણે કહ્યું ખડગેજી પણ ગુજરાતની ચૂંટણીને લઈ ખડેપગે રહેશે. હિમાચલની ચૂંટણી બાદ ઉમેદવારોના નામની જાહેરાત બાદ કોંગ્રેસ ગુજરાતમાં પુરી તાકાતથી લડશે અને જીતશે. એવી પણ ચર્ચા છે કે તેલંગાણામાં માત્ર એક સીટ પર પેટાચૂંટણીનો હતી, તેમાંથી કોંગ્રેસ નેતાઓને બોધપાઠ લેવાની જરૂર છે. હિમાચલમાં પ્રિયંકાએ આગેવાની લીધી છે અને જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે.

ગુજરાતમાં નંબર 2 પાર્ટી કોણ બનશે‌‌કોંગ્રેસે ગુજરાતની ચૂંટણી પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, રાહુલ કે પ્રિયંકા ગુજરાતમાં પ્રચાર માટે ગયા નથી, જ્યારે પીએમ મોદી અને અમિત શાહ સહિત ભાજપનો કાફલો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઈ ગયો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતના ગુજરાત દોરાથી રાજકારણમાં આપનું વાતાવરણ મજબૂત હોય તેવું જણાઈ રહ્યું છે તેવી યર્ચા વહેતી થઈ છે. કોંગ્રેસ ચૂંટણીને લઈને ગંભીર ન તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. જો ગુજરાતમાં નંબર ટુ પાર્ટી તરીકે આપ આવી જાય તો રાજકારણમાં મોટી રાજકીય ઘટના બની જશે અને  જેનું સીધુ નુકસાન કોંગ્રેસને થશે જે ઘા તેમને લાંબા સમય સુધી સહન પણ કરવુ પડશે.

‌                          ‌‌                          ‌‌                          ‌‌                          ‌                                                                       ‌

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow