અદાણી ગ્રુપ હવે રેલવે ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી!

અદાણી ગ્રુપ હવે રેલવે ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી!

અદાણી ગ્રુપ હવે રેલવે ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં ટ્રેનની ટિકિટોનું ઓનલાઈન વેચાણ કરશે. અદાણી એન્ટરપ્રાઇઝીસે શુક્રવારે (16 જૂન) સ્ટોક એક્સચેન્જને માહિતી આપી હતી કે તે સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ (SEPL)માં 100% હિસ્સો હસ્તગત કરશે.

અદાણી એન્ટરપ્રાઇઝે માહિતી આપી, 'અદાણી ડિજિટલ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ (ADL) એ સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડમાં 100% હિસ્સાના પ્રસ્તાવિત સંપાદનના સંબંધમાં શેર પરચેઝ એગ્રીમેન્ટ (SPA) પર હસ્તાક્ષર કર્યા છે.' જો કે બંને કંપનીઓ વચ્ચે આ ડીલ કેટલામાં થઈ છે તેની માહિતી હજુ સુધી મળી નથી.

અદાણી ડિજિટલ લેબ્સ પ્રાઈવેટ લિમિટેડ એ અદાણી એન્ટરપ્રાઈઝીસની પેટાકંપની છે.

સ્ટાર્ક એન્ટરપ્રાઇઝીસ જેને 'ટ્રેનમેન' તરીકે પણ ઓળખવામાં આવે છે
સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડને 'ટ્રેનમેન' તરીકે પણ ઓળખવામાં આવે છે. IIT-રુરકી સ્નાતક વિનીત ચિરાનિયા અને કરણ કુમાર ટ્રેનમેનના સ્થાપક છે. તે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા અધિકૃત ટ્રેન ટિકિટ બુકિંગ સ્ટાર્ટ-અપ છે.

આ ઓલ-ઇન-વન ટ્રેન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ દ્વારા ટ્રેન ટિકિટ બુક કરવા ઉપરાંત, તમે PNR સ્ટેટસ, કોચની સ્થિતિ, લાઇવ ટ્રેનની સ્થિતિ અને સીટની ઉપલબ્ધતા જેવી માહિતી પણ મેળવી શકો છો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow