અદાણી ગ્રુપ ભારતમાં ₹10-12 લાખ કરોડ રોકાણ કરશે

અદાણી ગ્રુપ ભારતમાં ₹10-12 લાખ કરોડ રોકાણ કરશે

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે આગામી 6 વર્ષમાં તેઓ ભારતમાં ₹10 થી 12 લાખ કરોડ સુધીનું રોકાણ કરશે. આ પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ, રિન્યુએબલ એનર્જી, પોર્ટ્સ અને અન્ય સેક્ટરમાં ખર્ચ કરવામાં આવશે.

અદાણીએ PTIને જણાવ્યું કે દેશમાં રોકાણની ખૂબ મોટી સંભાવના છે. અમે ભારતમાં ₹12 લાખ કરોડનું રોકાણ કરીશું.

તેમણે કહ્યું કે ભારતમાં આત્મનિર્ભરતાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને કોર્પોરેટ ક્ષેત્રે નવા સ્વતંત્રતા આંદોલન તરીકે અપનાવી છે, અને તમામ મુખ્ય ઔદ્યોગિક સમૂહો આ દિશામાં કામ કરી રહ્યા છે.

IIT ધનબાદના સેન્ચ્યુરી સેલિબ્રેશનમાં પહોંચ્યા અદાણી

IIT ધનબાદના સેન્ચ્યુરી સેલિબ્રેશનમાં ભાગ લેવા પહોંચેલા અદાણીએ જણાવ્યું કે આ રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, એનર્જી ટ્રાન્ઝિશન અને પોર્ટ્સમાં થશે. અદાણી ગ્રુપ ગુજરાતના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવી રહ્યું છે જે 520 ચોરસ કિમીમાં ફેલાયેલો છે.

2030 સુધીમાં આ પ્લાન્ટ 30 GW ગ્રીન એનર્જી આપશે, જે 6 કરોડ ઘરોને આખું વર્ષ પાવર આપી શકે છે. દેશમાં માઇનિંગ અને મટિરિયલ્સમાં પણ વિસ્તરણ કરવામાં આવશે. મેટલથી એલોય અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સ સુધી બનાવવામાં આવશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow