અભિનેત્રી નીના ગુપ્તા 'વધ'માં જોવા મળશે, ઈન્ટરવ્યુમાં બોલીવુડ ઈન્ડસ્ટ્રી અંગે ખુલીને કરી વાત

અભિનેત્રી નીના ગુપ્તા 'વધ'માં જોવા મળશે, ઈન્ટરવ્યુમાં બોલીવુડ ઈન્ડસ્ટ્રી અંગે ખુલીને કરી વાત

નીના ફરી એક વખત ચેલેન્જિંગ રોલમાં જોવા મળશે

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તા ઈન્ડસ્ટ્રીની એવી અભિનેત્રીઓમાંથી છે, જે પોતાની વાતોને નિષ્પક્ષ રીતે બધાની સામે મુકે છે. અચકાયા વગર અને ફિલ્ટર વગર નીના બેબાકપણે પોતાના મંતવ્ય મુકવા માટે ઓળખાય છે. કદાચ લોકો તેમને પસંદ કરતા નથી આ પણ એક મોટુ કારણ છે. હાલમાં નીના પોતાની અપકમિંગ ફિલ્મ વધના પ્રમોશનમાં વ્યસ્ત છે. જેમાં એક વખત ફરીથી તે ચેલેન્જિંગ રોલમાં જોવા મળશે. નીનાની ફિલ્મની તેના પ્રશંસકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે.

નમ્રતાથી ચાલશો તો બોલીવુડમાં નહીં ચાલે

નીના ગુપ્તાએ એક ઈન્ટરવ્યુમાં ઈન્ડસ્ટ્રીને લઇને ખુલીને વાત કરી અને જણાવ્યું કે આખરે બોલીવુડમાં સર્વાઈવ કરવા માટે કોઈ પણ કલાકાર માટે સૌથી મહત્વનું શુ છે. અભિનેત્રીનુ માનવુ છે કે નમ્રતાથી ચાલશો તો બોલીવુડમાં ચાલશો નહીં. તેમણે જણાવ્યું કે કેવીરીતે તેમના એક મિત્રએ પોતાની જ ફિલ્મમાં તેમને કામ આપવાની ના પાડી દીધી અને કોઈ બીજાને કાસ્ટ કરી લીધો.

ઈન્ટરવ્યુમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

આ અંગે વાત કરતા નીના ગુપ્તાએ કહ્યું, મારો એક સારો મિત્ર ફિલ્મ બનાવી રહ્યો હતો. મને ખબર પડી કે તે લંડનમાં શુટિંગ કરી રહ્યો છે. તેની સાથે મેં લેડીજ સ્પેશિયલ કરી હતી. જ્યારે મને ખબર પડી કે તેમાં એક રોલ છે, જે મારી ઉંમરની મહિલાનો છે. તો મેં તેની સાથે વાત કરી. આ રોલ માટે તેમણે બીજા કોઈને લઇ લીધા હતા. જ્યારે મેં તેમને ફોન કર્યો અને પૂછ્યુ કે તમે મને ના લીધી? તેણે ફિલ્મની શુટિંગ શરૂ કરી દીધી હતી. જવાબમાં તેણે કહ્યું, મને યાદ આવ્યું નહીં. એટલેકે એવુ પણ થાય છે કે ધ્યાન હોતુ નથી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow