અભિનેત્રી અથિયા શેટ્ટી-ક્રિકેટર રાહુલના લગ્નનો મહિનો નક્કી, વેડિંગ ડ્રેસથી લઇને વેન્યુ સુધીની તૈયારીઓ શરૂ

અભિનેત્રી અથિયા શેટ્ટી-ક્રિકેટર રાહુલના લગ્નનો મહિનો નક્કી, વેડિંગ ડ્રેસથી લઇને વેન્યુ સુધીની તૈયારીઓ શરૂ

અથિયા અને રાહુલના લગ્ન આવતા વર્ષે જાન્યુઆરીમાં થશે

દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીની દીકરી અભિનેત્રી અથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્ન અત્યારે ખૂબ ચર્ચામાં છે. છેલ્લાં ઘણા સમયથી તેમના લગ્નના અહેવાલો સામે આવી રહ્યાં છે. પરંતુ અત્યાર સુધી લગ્નની તારીખોને લઇને બંને પરિવારોમાંથી કોઈએ પણ નિવેદન આપ્યું નથી. આ દરમ્યાન એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અથિયા અને રાહુલના લગ્ન આવતા વર્ષે જાન્યુઆરીમાં થશે.

વેડિંગ વેન્યુ અને વેડિંગ ડ્રેસને લઇને અપાઈ જાણકારી: રિપોર્ટમાં દાવો

પિન્કવિલાએ પોતાના રિપોર્ટમાં વેડિંગ વેન્યુ અને વેડિંગ ડ્રેસને લઇને પણ જાણકારી આપી છે. લેટેસ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેએલ રાહુલ અને અથિયા સુનીલ શેટ્ટીના લગ્ન ખંડાલા વાળા બંગલામાં થશે. જેના માટે ત્યાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં એક ઈવેન્ટ દરમ્યાન સુનીલ શેટ્ટીએ જાતે અથિયાના લગ્નના અહેવાલો પર મ્હોર લગાવી હતી. તેમણે લગ્નના સવાલ પર કહ્યું હતુ કે જલ્દી થશે.

આવતા વર્ષની શરૂઆતમાં થશે લગ્ન

કેએલ રાહુલના એક નજીકના હવાલા દ્વારા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી એકબીજા સાથે લગ્ન કરશે. સોર્સે કહ્યું કે બંને સેલિબ્રિટીઓ હાલમાં ખંડાલાના બંગલા પર પણ ગયા હતા.

જો કે, તારીખ શુ હશે તેને લઇને હજી કોઈ જાણકારી સામે આવી નથી. અથિયા અને રાહુલ પરંપરાગત રીતે લગ્ન કરશે. બંનેએ વેડિંગ ડ્રેસ પણ ફાઈનલ કરી દીધો છે. અથિયાએ પોતાના લગ્ન માટે કોઈ ફાઈવ સ્ટાર હોટલ, મોટા પેલેસ અથવા વિદેશી જમીનને નહીં, પરંતુ તેના પિતાના બંગલાને પસંદ કર્યો છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow