દાહોદમાં 8 વર્ષીય બાળકીના મૃત્યુ મામલે સ્કૂલના આચાર્ય વિરૂદ્ધ લેવાયાં એક્શન, જુઓ શું કાર્યવાહી હાથ ધરાઇ

દાહોદમાં બાળકીના મૃત્યુ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. રામપુરા શાળાના આચાર્યને કરવામાં સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. શાળાનો દરવાજો પડતા 8 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું છે. 8 વર્ષીય બાળકી પર શાળાનો દરવાજો પર પડી જતા મોત થયું છે.
શાળાનો દરવાજો બાળકી પર પડતા મોત
દાહોદમાં ગંભીર ભેદરકારીના કારણે એક બાળકીનું મોત થયું છે. રામુપરા પ્રાથમિક શાળામાં 8 વર્ષીય બાળકી પર દરવાજો પડી જતા મોત થયું છે. બાળકી પર શાળાનો દરવાજો તૂટી પડ્યો હતો જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તે ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે.
DEPO દાહોદ મયુર પારેખનું નિવેદન
DEPO દાહોદ મયુર પારેખનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, રામપુરા પ્રાથમિક શાળામાં ધોરણ-3માં અભ્યાસ કરતી દીકરી પર શાળોનો કમ્પાઉંડ વોર્ડ સાથેનો દરવાજો બાળકીના મોઢાના ભાગે પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમણે જણાવ્યું કે, તે બાળકીને તાત્કાલિક સારવાર માટે દાહોદ ખસેડવામાં આવી હતી જ્યારે બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી ત્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યું થયેલું છે.
રામપુરા શાળાના આચાર્યને કરવામાં આવ્યા સસ્પેન્ડ
તેમણે જણાવ્યું કે, જવાબદારીના ભાગ રૂપે શાળાના બાળકોની સાવચેતી રાખવાની જવાબદારી શાળાના આચાર્યની હોય છે જેથી તપાસના ભાગ રૂપે તેમને ફરજમોફૂક કર દીધા છે. તેમણે જણાવ્યું કે, અમે દરેક વર્ષે દરેક શાળાઓને સાવચેતી અને સેફ્ટી માટે પરિપત્રો પણ કરતા હોઈ છીએ તેમજ અમારી તપાસમાં શાળાનો દરવાજો વેલ્ડિંગમાંથી તૂટ્યો છે તેવું જાણવા મળ્યું છે જેથી સેફ્ટીનો અભાવ હોય તેવું પત્યક્ષ કહી શકાય.