સગીર વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

સગીર વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ગોંડલ નજીક આવેલા સુલતાનપુરમાં આવેલી એકલવ્ય વિદ્યા સંકુલની હોસ્ટેલમાં છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન સગીર વિદ્યાર્થી સાથે હોસ્ટેલના ડ્રાઈવર અને ગૃહપતિએ સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે અને રાજકોટ જિલ્લા પોલીસવડાની કચેરીમાં પણ ભોગ બનનાર એક સગીર વિદ્યાર્થીના પરીવારે લેખિતમાં જાણ કરતા વિદ્યાર્થી સાથે કાળા કામો કરનાર સામે ગુનો નોંધાય તેવી સંભાવનાઓ છે.

હોસ્ટેલના ડ્રાઈવર અને ગૃહપતિએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
રાજકોટમાં રહેતી ગૃહિણીએ જિલ્લા પોલીસવડાની કચેરીના અધિકારીને પાઠવેલી અરજીમાં જણાવ્યું છે કે, ગોંડલ નજીક આવેલા સુલતાનપુરની એકલવ્ય વિદ્યા સંકુલમાં પોતાનો સગીર વયનો પુત્ર અભ્યાસ કરે છે અને બાજુમાં જ આવેલી હોસ્ટેલમાં રહે છે. ગત તા.17-07ના રોજ રાત્રીના 8થી 9 વાગ્યાની વચ્ચે મારો પુત્ર રૂમમાં હતો ત્યારે તરંગ ગજેરા(ડ્રાઈવર કમ ગૃહપતિ) ધસી આવ્યો હતો અને સ્કૂલમાંથી કઢાવી મૂકવાની ધમકી આપીને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. આ ઘટના અંગે સ્કૂલના પ્રિન્સિપાલ હાર્દિક ભૂવાને રજૂઆત કરતા તેઓએ કોઇ કાર્યવાહી કરી ન હતી અને પોતાને ફોન કરીને તમારા પુત્રની તબિયત ખરાબ હોવાથી લઈ જવા જણાવ્યું હતું.

પુત્રની તબિયત ખરાબ હોવાથી લઈ જવા જણાવ્યું
​​​​​​​પોતાના પુત્રને રાજકોટ લઇ આવ્યા બાદ ખાનગી ક્લિનિકમાં સારવાર કરાવવામાં આવી તો તેની સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય થયું હોવાની જાણ થઈ હતી. આથી રાજકોટ જિલ્લા પોલીસવડાની કચેરીમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર તરંગ ગજેરા તેમજ અગાઉ હોસ્ટેલમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા વિશાલ સાવલિયા નામના શખ્સ સામે કાનૂની રાહે કાર્યવાહી કરવા જણાવાયું છે.

અન્ય 4 વિદ્યાર્થી પણ ભોગ બન્યાનો આક્ષેપ
તરંગ ગજેરા અને વિશાલ સાવલિયાએ અગાઉ પણ 4 વિદ્યાર્થી પર સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચર્યું છે તેમ 3 દિવસ પહેલા બંને હવસખોરોનો ભોગ બનનાર વિદ્યાર્થીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે, છેલ્લા પાંચ મહિનાના સમયગાળામાં વિશાલ સાવલિયાએ અનેક વિદ્યાર્થી સાથે કુકર્મ કર્યા છે. આ બાબતે સ્કૂલના પ્રિન્સિપાલને પણ રજૂઆત કરાઈ હતી. તેઓએ વિશાલ સાવલિયા સામે કાનૂની રાહે કોઇ કાર્યવાહી કરાવવાના બદલે તેને થોડા દિવસો પહેલા કાઢી મૂક્યો હતો ત્યારબાદ તરંગ ગજેરાની નિમણૂક કરાઈ હતી. તરંગે પોતાના સહિત બે વિદ્યાર્થીને શિકાર બનાવ્યા હોવાનું પણ સગીરે વિદ્યાર્થીએ જણાવ્યું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow