Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
✨ Gujarat

આણંદના 100 ફૂટ રોડ પર એક કીમી સુધી એસિડ રેલાયો

Gujaratnow1 min read
આણંદના 100 ફૂટ રોડ પર એક કીમી સુધી એસિડ રેલાયો

આણંદના 100 ફૂટ રોડ પરથી સોમવારે બપોરે પસાર થતાં ચાલકને ભવનાથ મહાદેવ પાસે બમ્પ ન દેખાતાં ટેમ્પો કૂદાવ્યો હતો. જોરદાર આંચકો આવતા ટેમ્પોમાં ભરેલા એસિડના કારબા પૈકીનો એક કારબો ફાટી જતાં એક કિમી સુધી એસિડ રોડ પર રેલાયો હતો. અેસિડથી ભીના થયેલા રોડ પર ચાર મહિલાના વાહન સ્લીપ ખાઇ જતાં શરીરે ઓછા વતા અંશે દાઝી ગઇ હતી.

ટેમ્પોમાં ભરેલો એસિડ રોડ પર રેલાયો
​​​​​​​લાશ્કરોએ ટીમોએ પાણીનો મારો ચલાવીને રોડ પરથી એસિડ ધોઇ નાખ્યો હતો. આણંદ શહેરના 100 ફટ રોડ પર ભવનાથ મહાદેવ પાસેથી બપોરે 1-00 વાગ્યાબાદ એસિડ ભરેલો ટેમ્પો પસાર થઇ રહ્યો હતો. ત્યારે ટેમ્પા ચાલકને બમ્પના દેખાતાં અચાકન જ ટેમ્પા ઉછળ્યો હતો. જેના કારણે ટેમ્પા મુકેલ એસિડ કારબો લીક થતાં ભવનાથ મહાદેવ લઇને ઓવરબ્રિજ સુધી એસિડ રોડ પર રેલાયો હતો. જેના કારણે 4 જટેલી ટુ વ્હીલર ચાલક મહિલા લપસ્યા હોવાના બનાવો બન્યા હતાં. જેમાં ઇજા થઇ હતી.

Gujaratnow1 min read

Related News