ચીનના પાવર પ્લાન્ટમાંથી નીકળે છે એસિડ!

ચીનના પાવર પ્લાન્ટમાંથી નીકળે છે એસિડ!

ચીનના ફંડિગ વાળા નોરોચચોલાઈ કોલ પાવર પ્લાન્ટમાંથી ઝેરી એસિડ વિશ્વના સૌથી જૂના શ્રી મહાબોધિ વૃક્ષ માટે જોખમી બની શકે છે. વિસ્તારમાં સર્વે કર્યા પછી ઇકોલોજિસ્ટે જણાવ્યું કે પાવર પ્લાન્ટમાંથી નીકળતા એસિડિક વાદળો અનુરાધાપુરા તરફ આગળ વધી શકે છે, જ્યાં મહાબોધિ વૃક્ષ સ્થિત છે.

તેના લક્ષણો પાવર પ્લાન્ટની આસપાસના વૃક્ષોમાં પહેલેથી જ દેખાઈ રહ્યા છે. કેટલાક ઊંચા વૃક્ષોના પાંદડા ઝેરી ગેસના કારણે પીળા પડી ગયા છે. આ વિસ્તારમાં રહેતા અનેક બાળકો પણ ચામડીના રોગોનો ભોગ બન્યા છે.

નોરોચચોલાઈ પ્લાન્ટ શ્રીલંકામાં સૌથી મોટો થર્મલ પાવર પ્લાન્ટ છે. આ 900MW પ્લાન્ટમાંથી ઉત્સર્જન નિર્ધારિત ધોરણ કરતાં વધુ નોંધવામાં આવ્યું છે. કારણ કે પ્લાન્ટમાં વારંવાર બ્રેકડાઉનની સમસ્યા રહે છે. જ્યારે પ્લાન્ટમાંથી નીકળતી ફ્લાય એશ અને બોટમ એશને ખુલ્લા ખાડામાં સ્ટોર કરવામાં આવે છે. આ પાવર પ્લાન્ટ્સમાંથી નીકળતી બાય પ્રોડક્ટ્સ છે.

ખુલ્લા ખાડાઓમાં રાખવાના કારણે તે પવન સાથે આસપાસના વિસ્તારોમાં પહોંચે છે, જેના કારણે ઘણા બાળકોમાં ચામડી સંબંધિત રોગો થયા છે. આ સિવાય પાવર પ્લાન્ટમાંથી નીકળતા ગરમ પાણીને કારણે સૉલિડ, હીટ અને વોટર વેસ્ટ પણ મોટી માત્રામાં વધે છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. આ એસિડિક સ્થિતિ ધીમે ધીમે દરિયાઈ વિસ્તાર તરફ પણ આગળ વધી રહી છે.

Read more

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

સુરતમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા ઈફ્કોના ચેરમેન અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ વર્તમાન રાજકીય અને સહકારી બાબતો પર પ્રતિક્રિયા

By Gujaratnow
સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

ગુરુવારે ઉત્તરપશ્ચિમ સીરિયાના શહેર ઇદલિબમાં એક દારૂગોળાના ડેપોમાં થયેલા વિસ્ફોટમાં 2 લોકો માર્યા ગયા અને 71 લોકો ઘાયલ થયા. પીડિતોની ગણતરી

By Gujaratnow