ડેટા બેંક વિશે પાટીલ બોલ્યા 'હું હોઉં કે ના હોઉં...., શિસ્ત સમિતિમાં જુઓ કોનો, કોનો સમાવેશ

ડેટા બેંક વિશે પાટીલ બોલ્યા 'હું હોઉં કે ના હોઉં...., શિસ્ત સમિતિમાં જુઓ કોનો, કોનો સમાવેશ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા નેતાઓને ટકોર કરી ડેટા બેંકનો યોગ્ય ઉપયોગ કરવા સૂચના આપવામા આવી છે. હું હોઉં કે ના હોઉં, ડેટા બેંકનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ તેમ સી.આર.પાટીલે કહ્યું હતું. પાટીલે વધુમાં કહ્યું કે ભાજપ પાસે ગુજરાત સૌથી મજબૂત ડેટા બેંક છે. જે અંગે ભાજપની પ્રથમ કારોબારી બેઠકમાં સૂચન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વર્ષ 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ ચર્ચા ઉપરાંત મંડળ સુધીનું સંગઠન મજબૂત કરવા પર ભાર મૂકવા સૂચન કરાયા હતા.


ડેટા બેંકનો યોગ્ય ઉપયોગ કરવા હોદ્દેદારોને અપાઈ સુચના

તેમણે કહ્યું કે PM મોદી પર જનતા દ્વારા મુકવામાં આવેલ ભરોસા અને કાર્યકરોની મહેનત ઉપરાંત 73 લાખ સક્રિય સભ્યોના કારણે ભવ્ય જીત થઈ છે. જ્યારે સક્રિય સભ્યોને કાયમ સાચવવા પણ સૂચના આપાઈ છે.વધુમાં ઓછા અંતરથી હારેલી 17 બેઠકો પર હારનો અફસોસ કરી પાટીલે કહ્યું કે AAPનું ખાતું ખુલ્યું ત્યાં થોડી મહેનત કરવાની જરૂર હતી.

પ્રદેશ ભાજપ દ્વારા શિસ્ત સમિતિની નિમણૂક

સાથે સાથે પ્રદેશ ભાજપ દ્વારા શિસ્ત સમિતિની નિમણૂક પણ કરવામાં આવી છે. અધ્યક્ષ અને 6 સભ્યોનો શિસ્ત સમિતિમાં સમાવેશ કરવામા આવ્યો છે. જેમાં વલ્લભ કાકડીયાને ભાજપની શિસ્ત સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. ઉપરાંત બિપીન દવે, મણીલાલ પરમાર, જયશ્રી પટેલ તેમજ રામસિંહ રાઠવા, અજય ચોક્સી, તખતસિંહ હડીયોલની પણ નિમણૂક કરવામાં આવી છે.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow