કારતક મહિનાના વદ પક્ષની એકાદશીએ વિષ્ણુજી સાથે બાલ ગોપાલનો અભિષેક કરો, તુલસી સાથે માખણ-મિસરીનો ભોગ ચઢાવવો

20 નવેમ્બર (રવિવાર)ના રોજ કારતક મહિનાના વદ પક્ષની ઉત્પત્તિ એકાદશી છે. એકાદશીએ ભગવાન વિષ્ણુ માટે વ્રત-ઉપવાસ અને પૂજા કરવાની પરંપરા છે. આ એકાદશીએ બાળ સ્વરૂપ ગોપાલની પૂજા કરવાની પરંપરા છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે એકાદશીએ ભગવાન શ્રીકૃષ્ણની ખાસ પૂજા સાથે વ્રત પણ કરવું જોઈએ. વ્રત કરવા ઇચ્છો છો તો સવારે પૂજા કરતી સમયે વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. તે પછી આખો દિવસ નિરાહાર રહેવું. અનાજ ગ્રહણ કરવું નહીં. ભૂખ્યા રહેવું મુશ્કેલ લાગે તો ફળાહાર કરી શકો છો, દૂધ અને ફળનો રસ પણ લઈ શકો છો.
આ રીતે બાળ ગોપાલનો અભિષેક કરો
- એકાદશીએ વ્રત-ઉપવાસ કરવા ઇચ્છો છો તો આ દિવસે સવારે સ્નાન કર્યા પછી ભગવાન ગણેશની પૂજા કરો. ગણેશજીને જળ ચઢાવવું. વસ્ત્ર અને ફૂલોથી શ્રૃંગાર કરો. ચંદન, દૂર્વા, હાર-ફૂલ અર્પણ કરો. લાડવાનો ભોગ ધરાવવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.
- ગણેશ પૂજા પછી શ્રીકૃષ્ણનો અભિષેક કરો. બાળ ગોપાલનો અભિષેક સુગંધિત ફૂલોના જળથી કરો. તેના માટે પાણીમાં ગુલાબ, મોગરા જેવા સુગંધિત ફૂલોની પાંખડી રાખો અને આ જળથી ભગવાનનો અભિષેક કરો. અભિષેક દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને કરો.
- બાળ ગોપાલને પીળા ચમકીલા વસ્ત્ર પહેરાવો. ફૂલોથી શ્રૃંગાર કરો. મોર પીંછ સાથે મુકૂટ પહેરાવો. પૂજામાં ગૌમાતાની મૂર્તિ પણ રાખો.
- દૂધ, દહીં, ઘી, મધ અને મિસરી મિક્સ કરીને પંચામૃત બનાવો અને ચાંદીના વાસણમાં ભરો અને તુલસી સાથે ભોગ ધરાવવો. માખણ-મિસરી પણ અર્પણ કરો. ભગવાનને કંકુ, ચંદન, ચોખા, અબીર પણ અર્પણ કરો. તાજા ફળ, મીઠાઈ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પૂજા કર્યા પછી ભગવાન પાસે માફી માગો. પ્રસાદ ભક્તોમાં વહેંચો.
- પૂજામાં શ્રીકૃષ્ણના મંત્ર કૃં કૃષ્ણાય નમઃ નો જાપ કરતા રહેવું જોઈએ. આ પ્રકારે ભગવાન બાળ ગોપાલનો અભિષેક કરી શકાય છે.