24 કલાકથી વધારે સમય રહે પેટનો દુખાવો, તો ચેતી જજો નહીં તો સપડાઇ જશો આ સાત ગંભીર બીમારીમાં!

24 કલાકથી વધારે સમય રહે પેટનો દુખાવો, તો ચેતી જજો નહીં તો સપડાઇ જશો આ સાત ગંભીર બીમારીમાં!

જો તમને પણ ક્યારેય ફૂડ પોઈઝનિંગ અથવા પેટનું ઈન્ફેક્શન થયું છે તો તમને તેમાં થતા દુખાવા, ઉલ્ટી અને ઝાડાની સમસ્યા વિશે જાણ હશે. જોકે આ બીમારીઓ થોડા જ દિવસમાં ઠીક થઈ જાય છે અને પેટમાં દુખાવો પણ દવા લીધા બાદ દૂર થઈ જાય છે પરંતુ જો પેટમાં દુખાવો લાંબા સમય સુધી રહે તો તેને ભૂલથી પણ નજરઅંદાજ ન કરો અને તરત ડોક્ટરની પાસે જાઓ. પેટમાં દુખાવાની સારવાસ તેના કારણોના આધાર થર થાય છે પરંતુ દુખાવાને ઓછો કરવાના ઘણા ઉપાય છે.

કઈ રીતે ખબર પડશે કે પેટનો દુખાવો ગંભીર છે?
પેટનો દુખાવો કેટલો ગંભીર છે તેની જાણકારી તપાસ કર્યા બાદ જ મળે છે કારણ કે એવું ઘણી બીમારીઓમાં થાય છે જેમાં વાયરલ ગેસ્ટ્રોએન્ટેરાઈટિસ, ફૂડ પોઈઝનિંગ, ફૂડ એલર્જી અને કબજીતાયનો સમાવેશ થાય છે.

અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત પ્રોવિડન્સ સેંટ જોસેફ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ ડૉ. હરદીપ સિંહ કહે છે. "પેટમાં દુખાવાના ઘણા કારણ હોય છે પરંતુ તેમાંથી અમુક સંકેત એવા પણ છે જે તેના ગંભીર હોવા તરફ ઈશારો કરે છે અને આવી સ્થિતિમાં તેની સારવારની જરૂર પડે છે. "

આ લક્ષણ જણાવે છે કે આ તમને થતો પેટમાં દુખાવો સાધારણ નથી
ચજો તમને 24 કલાકથી વધુ સમય સુધી ઉલ્ટી અને ઝાડા રહે તો તેને હલ્કામાં ન લો. મળ, પેશાબ, ઉલ્ટીમાં લોહી આવવું, અચાનક વજન ઓછુ થઈ જવું, ભૂખ ન લાગવી, પેટમાં સોજો, સતત તાવ રહેવો અને ખૂબ વધારે દુખાવો પણ કોઈ ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે છે.

કેલિફોર્નિયાના પોમોના વેલી હોસ્પિટલમાં ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈન ડિસીસ ડિપાર્ટમેન્ટની ડાયરેક્ટર ડૉ.નિશ્ચિતા મેરલા કહે છે. "જો તમને પેટમાં દુખાવો થોડા દિવસ સુધી સરખો ન થાય અને તે એટલો વધારે છે કે તમે કોઈ કામ ન કરી શકો તો તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ."

જણાવી દઈએ કે પેટનો દુખાવો હંમેશા પેટ સુધી જ સીમિત નથી હોતો. ઘણા લોકો મોટાભાગે પેટની પાસે થઈ રહેલા દુખાવાને પેટનો દુખાવો ગણી લે છે પરંતુ બની શકે છે કે આ દુખાવો પાસેના કોઈ અંગમાં થઈ રહ્યો હોય અને આ તમારા આંતરડા અને પેઠાને પ્રભાવિત કરે.

પેટમાં દુખાવાના સાત ગંભીર કારણ અને સંકેત
અહીં અમે તમને પેટના દુખાવાના સાત કારણો વિશે જણાવવા જઈ રહ્યા છે જે ગંભીર બીમારીઓના લક્ષણ છે.

એપેન્ડિસાઈટિસ
એપેન્ડિસાઈટિસ એપેન્ડિક્સમાં સોજાના કારણે થતી બીમારી છે જે સારવાર ન મળવાની સ્થિતિમાં ભયાનક થઈ જાય છે. એપેન્ડિસાઈટિસમાં પેટમાં ખૂબ દુખાવો થાય છે અને સામાન્ય રીતે ડૂંટીના આસપાસ શરૂ થાય છે અને પેટની ડાબી બાજુ નિચેના ભાગમાં મહેસુસ થાય છે. તેના ઉપરાંત આ કંડીશનમાં સતત દુખાવો રહે છે જે સમયની સાથે વધતો જાય છે.

આ ખાંસી ખાવા અથવા ચાલવા પર પણ મહેસુસ થાય છે. તેમાં તાવ, ભૂખ લાગવી, ઉલ્ટી આવવી વગેરે જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. એપેન્ડિસાઈટિસને એક મેડિકલ ઈમરજન્સી માનવામાં આવે છે અને સ્થિતિ ખરાબ થવા પર સર્જરીથી એપેન્ડિક્સને હટાવી શકાય છે. જો તેને વગર ટ્રિટમેન્ટે છોડી દેવામાં આવે તો 48થી 72 કલાકમાં એપેન્ડિક્સ ફાટી પણ શકે છે.

કોલેસિસ્ટિટિસ
કોલેસિસ્ટિટિસ એક એવી સ્થિતિ છે જેમાં પિત્તાશયની થેલીમાં સોજો હોય છે અને પેટના ડાબા ભાગમાં અચાનક અસહ્ય દુખાવો થવા લાગે છે. આ ઘણી વખત ડાબા ખભા કે પીઠ સુધી પહોંચી જાય છે. તેના ઉપરાંત કોલેસિસ્ટિટિસના અન્ય લક્ષણોમાં તાવ, ઠંડી લાગવી, ઉલ્ટી, ઝડપી શ્વાસ લેવા અથવા ભોજન કર્યા બાદ દુખાવો થાય છે.

કોલેસિસ્ટિટિસની સારવાર ડોક્ટર તેની ગંભીરતાના આધાર પર કરે છે. પહેલા દવા અને એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે. જો ફાયદો ન મળે તો પિત્તાશયની થેલીની સર્જરી કરવામાં આવે છે.

પેન્ક્રિયાટાઈટિસ
પેન્ક્રિયાટાઈટિસની બીમારીમાં પેન્ક્રિયાસમાં સોજો આવી જાય છે. આ બીમારીમાં ખૂબ દુખાવો થાય છે જે તમને પેટના ઉપરના મધ્ય ભાગમાં શરૂ થાય છે અને તમારી પીઠ અને છાકી સુધી ફેલાઈ જાય છે. તેમાં ઉલ્ટી, તાવ, પેટમાં સોજો, ખીચખીચ અને હૃદયની ગતિ ઝડપી થવાના લક્ષણો સામેલ છે.

ઈરિટેબલ બાઉલ સિંડ્રોમ
ઈરિટેબલ બાઉલ સિંડ્રોમ વધારે ગંભીર બીમારી નથી પરંતુ તેમાં થતો દુખાવો તમને પરેશાન કરી શકે છે. આઈબીએસ એક ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈન બીમારી છે જે મોટામોટા આંતરડાને પ્રભાવિત કરે છે.

IBSના કારણે પેટના નિચેના ભાગમાં દુખાવો થઈ શકે છે. તેમાં તમને પેટમાં મરોડ, સોજો, ગેસ, ડાયેરિયા, કબજીયાત જેવી મુશ્કેલીઓ થઈ શકે છે. તેની સારવારમાં દવાઓ અને એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે.

બાઉલ ઓબ્સ્ટ્રક્શન
બાઉલ ઓબ્સ્ટ્રક્શનની સ્થિતિ ત્યારે ઉભી થાય છે જ્યારે શરીરમાં રેશીશ રૂતક જેવી ઘણી વસ્તુઓ આંતરડાને બ્લોક કરી દે છે. તેમાં ભોજન સારી રીતે પચતું નથી અને વ્યક્તિને દુખાવો થવા લાગે છે. આ બીમારી એ લોકોને વધારે થાય છે જેમનામાં કોઈ સર્જરી થયેલી હોય અને ત્યાર બાદ તેમના અંદર સ્કાર ટિશ્યુ બનેલા હોય.

તેમાં પેટના નિચેના ભાગમાં ખૂબ દુખાવો થાય છે. તેના ઉપરાંત લોકોને ઉલ્ટી, પેટમાં સોજો, ગેસ જેવી સમસ્યા પણ થઈ શકે છે. તેની સારવારમાં ડોક્ટર દર્દીને IV Fluids આપે છે. હકીકતે IV Fluidsનો મતલબ એક ટ્યુબના માધ્યમથી એક વ્યક્તિની નસોમાં દવાને ઈન્જેક્ટ કરવાનો છે.

તેની સારવાર માટે સામાન્ય રીતે એસિડ સપ્રેસેંટ દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ એસિડને ઓછુ કરતા જ તેમાં અલ્સર ઠીક થઈ જાય છે.

ડાયવર્ટીકુલિટિસ
આ બીમારી ત્યારે થાય છે જ્યારે આંતરડાની દિવાલો પર રહેલા નાના ઉભરેલા પાઉચ, જેને ડાયવર્ટીકુલા કહેવામાં આવે છે તેમાં સોજો આવી જાય છે. સોજાના કારણે આંતરડાના કામકાજમાં અવરોધ આવી જાય છે જેનાથી પેટપેટમાંમાં દુખાવો અને કબજીયાત થાય છે.

ડાયાવર્ટીકુલિટિસના અન્ય લક્ષણોમાં તાવ, ઠંડી લાગવી, ઉલ્ટી, મળમાંથી લોહી પડવું જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. ડાયવર્ટીકુલિટિસની સારવાર બીમારીની ગંભીરતા પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે ડોર્ટર રોગીને એન્ટીબાયોટિક્સ આપે છે. વધારે ગંભીર મામલામાં દર્દીને હોસ્પિટલમાં દાખવ કરવામાં આવે છે અને તેની સર્જરી પણ કરવામાં આવે છે.

Read more

દિલ્હીના CM પર હુમલો કરનાર રાજકોટનો પશુપ્રેમી નીકળ્યો

દિલ્હીના CM પર હુમલો કરનાર રાજકોટનો પશુપ્રેમી નીકળ્યો

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જનસુનાવણી કાર્યક્રમમાં હુમલો કરનાર રાજકોટનો પશુપ્રેમી નીકળ્યો છે. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આાવે

By Gujaratnow
શિલ્પા શેટ્ટીએ લગ્ન માટે રાખી હતી શરત

શિલ્પા શેટ્ટીએ લગ્ન માટે રાખી હતી શરત

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના લગ્નને 16 વર્ષ થયા છે. આ સમય દરમિયાન, બંનેએ દરેક ઉતાર-ચઢાવમાં એકબીજાને સાથ આપ્યો છે. 2009માં લગ્ન કરતાં પહેલાં, બંને

By Gujaratnow
રાજકોટમાં ગેંગવોરમાં થયેલા ફાયરિંગના શોકિંગ CCTV

રાજકોટમાં ગેંગવોરમાં થયેલા ફાયરિંગના શોકિંગ CCTV

રાજકોટ શહેરમાં 15મી ઓગસ્ટે મોડી રાત્રે કોઠારીયા રોડ પર ગેંગવોરમાં થયેલા ફાયરીંગના સીસીટીવી સામે આવ્યા છે. 6 મહિના પૂર્વે કુખ્યાત સમીર ઉર્

By Gujaratnow
કચ્છના નાના રણમાં 18 કલાકથી ફસાયેલા 9 લોકોનું રેસ્ક્યૂ

કચ્છના નાના રણમાં 18 કલાકથી ફસાયેલા 9 લોકોનું રેસ્ક્યૂ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીથી ચાર મોટર સાયકલ લઈને કચ્છના નાના રણમાં વાછરાડાડાના મંદિરે દર્શને કરવા નીકળેલા 9 યુવકો અને તેમની મદદે ગયેલા 3 પરિવા

By Gujaratnow