આવી રીતે ગોળ બની પૃથ્વી

બધા ગ્રહોની જેમ પૃથ્વીનું નિર્માણ પણ ગ્રેવિટી (ગુરુત્વાકર્ષણ)થી થયું. પથ્થરો અને ધૂળના નાના-નાના કણો એકબીજાને પોતાની તરફ આકર્ષિત કર્યા અને આ કણો મળીને એક મોટા ગોળામાં રુપાંતરિત થઈ ગયા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આજે ધરતીનો જે આકાર છે, તે નિશ્ચિત નથી. ગ્રેવિટીના કારણે હજુ પણ તેની સપાટીમાં બદલાવ આવી રહ્યો છે અને તેના આકારમાં નિરંતર બદલાવ આવી રહ્યો છે. આ ખુલાસો નેચર જર્નલમાં પ્રકાશિત એક સંશોધનમાં થયો.

પૃથ્વીની ઉપરની સપાટીમાં હલચલ થઈ રહી છે
ગ્રેવિટીના કારણે પૃથ્વીની ઉપરની સપાટીમાં વધુ પડતી હલચલ જોવા મળી રહી છે અને તેના કારણે પહાડોમાંથી એવા પથ્થર બહાર દેખાઈ રહ્યા છે, જે 24 કિમી અંદર ખૂંપેલા હતા. આ પ્રોસેસથી મેટામોર્ફિક કોર કોમ્પલેક્ષ નામના ઢાંચા બની રહ્યા છે. તેના ફોર્મેશનને સમજવાના પ્રયાસ ઘણીવાર કરવામાં આવી છે પણ દર વખતે અલગ-અલગ પરિભાષાઓ સામે આવી છે. આ કારણોસર તેનું રહસ્ય વધુ ઊંડુ બનતું જાય છે.
અમેરિકાના માઉન્ટેન બેલ્ટ્સ પર સંશોધન
રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકોએ બે અમેરિકી શહેરો ફીનિક્સ અને લાસ વેગાસમાં નાશ પામેલી માઉન્ટેન બેલ્ટ્સ પર સંશોધન શરુ કર્યું. કોમ્પ્યુટર મોડેલની મદદથી ખ્યાલ આવ્યો કે, સમયની સાથે-સાથે કેવી રીતે અહીના પ્રાચીન પહાડોનો નાશ થયો. સંશોધકોની માનીએ તો મેટામોર્ફિક ફોર કોમ્પલેક્સ ધરતીની સપાટીના જડ પહોળી થવા અને નબળી પડવા પાછળનું કારણ બને છે.

આ જગ્યાઓ પર કુદરતી આફતો આવવી સામાન્ય
ધરતીની સપાટીની જડોનો નાશ થવું એ કોઈ મોટી આફત આવવાનો સંકેત છે. આ સમય દરમિયાન ધરતીની સપાટી તેની નીચેના ભારે આવરણ (પોપડાની નીચેનું સ્તર)ને દૂર કરે છે અને તેને બદલવાનું શરૂ કરે છે. આ પ્રક્રિયામાં ગરમી, ફ્લુઈડ મૂવમેન્ટ અને પથ્થરો પીગળવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. પર્વતના મૂળ નબળા પડવા લાગે છે અને વિખરાઈ જાય છે અને માઉન્ટેન બેલ્ટ્સનો અંત આવવા લાગે છે.

આવા સ્થળોએ ભૂકંપ જેવી ગંભીર આફતો આવી શકે છે. અહીં પૃથ્વીની અંદર ગુરુત્વાકર્ષણ અને બહારનું હવામાન પરિવર્તન ધરતીની સપાટીના આવરણને બગાડે છે. વર્ષ 2021માં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ મુજબ, આ સંયોજન સસ્તન પ્રાણીઓની જીવનશૈલીને અસર કરે છે. આ સાથે જ તે અંદર હાજર અશ્મિને હલાવી શકે છે.