આટકોટની નિર્ભયા કેસમાં પોલીસનું આરોપી પર ફાયરિંગ

આટકોટની નિર્ભયા કેસમાં પોલીસનું આરોપી પર ફાયરિંગ

રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી છે. ખેતમજૂરની વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ ત્રણ સંતાનના પિતા એવા નરાધમે પીંખી નાખી હતી. એટલું જ નહીં, દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી તેને લોહીલુહાણ કરી દીધી હતી. બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં નરાધમ તેને એ જ હાલતમાં ત્યાં મૂકીને નાસી છૂટ્યો હતો. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં તેને દબોચી લીધો હતો.

પોલીસે પ્રાથમિક તપાસ બાદ આરોપી સામે ગંભીર જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે. તપાસ દરમિયાન ઘટનાઓની વધુ માહિતી એકત્ર કરવા માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે આરોપીને 15 ડિસેમ્બર 2025ના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ પર મોકલ્યો છે.

પોલીસ આરોપીને લઈ કાનપુર ગામની વાડીએ પહોંચી હતી રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ અને જરૂરી પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી હતી. પૂછપરછમાં રામસિંગે જણાવ્યું હતું કે, તેણે ગુનો આચરતી વખતે જે લોખંડનો સળીયાનો ઉપયોગ કર્યો હતો તે ખેતરમાં ફેંકી દીધો હતો. આ માહિતીના આધારે 10 ડિસેમ્બર બુધવારના રોજ પોલીસ દ્વારા સરકારી પંચોને સાથે રાખીને આરોપી રામસિંગને કાનપુર ગામની સીમ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ખેતરમાં આરોપી ભાગીયા તરીકે ખેતી કામ કરતો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી.

Read more

રાહુલ બોલ્યા- મનરેગા ખતમ કરવો મહાત્મા ગાંધીનું અપમાન

રાહુલ બોલ્યા- મનરેગા ખતમ કરવો મહાત્મા ગાંધીનું અપમાન

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (MGNREGA)ને સમાપ્

By Gujaratnow
એક દિવસમાં ₹15 લાખ કરોડ વધ્યા, કુલ નેટવર્થ 600 બિલિયન ડોલર થઈ, સ્પેસએક્સએ મસ્કને માલામાલ કર્યા

એક દિવસમાં ₹15 લાખ કરોડ વધ્યા, કુલ નેટવર્થ 600 બિલિયન ડોલર થઈ, સ્પેસએક્સએ મસ્કને માલામાલ કર્યા

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્ક (Elon Musk) ની સંપત્તિ 600 બિલિયન ડોલર (₹54.50 લાખ કરોડ) ને પાર કરી ગઈ છે. મસ્ક આ નેટવર્થનો આંકડો સ્પર્શ

By Gujaratnow
પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ લેતાં સમયે અનુષ્કાની આંખો ભીંજાઈ!

પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ લેતાં સમયે અનુષ્કાની આંખો ભીંજાઈ!

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા મંગળવારે ફરી એકવાર આધ્યાત્મિક શાંતિની શોધમાં વૃંદા

By Gujaratnow