આસારામની હાલત ગંભીર, ઇન્દોરની હોસ્પિટલમાં ICUમાં દાખલ

ગુજરાત અને રાજસ્થાનમાં બળાત્કારના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ફરી એકવાર રાહત મળી છે. રાજસ્થાન હાઈકોર્ટે આજે 8 ઓગસ્ટના રોજ આસારામ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરી. કોર્ટે તેમના વચગાળાના જામીન 29 ઓગસ્ટ સુધી લંબાવી દીધા છે.
કોર્ટમાં રજૂ કરાયેલા મેડિકલ રિપોર્ટ આસારામ વતી વકીલ નિશાંત બોરડાએ કોર્ટમાં તાજેતરના મેડિકલ રિપોર્ટ રજૂ કર્યા હતા. અગાઉ, ગુજરાત હાઈકોર્ટે પણ આ જ આધાર પર આસારામના વચગાળાના જામીન 29 ઓગસ્ટ સુધી લંબાવી દીધા હતા.
ઇન્દોરની હોસ્પિટલમાં દાખલ છે રેપિસ્ટ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે આસારામનું 'ટ્રોપોનિન લેવલ' ખૂબ જ ઊંચું છે. આ ચિંતાનો વિષય છે. તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરના મતે આસારામની હાલત ગંભીર છે. તેઓ હાલમાં ઈન્દોરની જ્યુપિટર હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે.