આમિર ખાનની માતાને હાર્ટ અટેક આવ્યો

આમિર ખાનની માતાને હાર્ટ અટેક આવ્યો

બોલિવૂડ એક્ટર આમિર ખાનની માતા ઝિનતને પંચગની સ્થિત ઘરમાં 30 ઓક્ટોબર, રવિવારના રોજ અચાનક હાર્ટ અટેક આવ્યો હતો. જ્યારે હાર્ટ અટેક આવ્યો ત્યારે આમિર ખાન તેમની સાથે જ હતો. આમિર તાત્કાલિક માતાને લઈને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ આવ્યો હતો. આમિર ત્યારથી માતા સાથે હોસ્પિટલમાં જ છે. પરિવારના સભ્યો પણ હોસ્પિટલમાં છે.

ખાન પરિવારે શું કહ્યું?

ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું હતું કે આમિરની માતાની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. આમિર તથા તેના પરિવારના સભ્યોએ કહ્યું હતું કે તેઓ નથી ઈચ્છતા કે મીડિયામાં આ વાત વધુ પડતી ચગે. પરિવારે કહ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં તેઓ નથી ઈચ્છતા કે ઝિનતની તબિયત અંગે કોઈ પણ જાતની અફવા ફેલાય. પરિવારનું માનવું છે કે મીડિયાએ આ વાતને ગંભીરતાથી લઈને કોઈ પણ જાતની અટકળો કરવી જોઈએ નહીં.

જૂનમાં માતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો

આમિર ખાન સ્વ. ફિલ્મમેકર તાહિર હુસૈન તથા ઝિનત હુસૈનનો દીકરો છે. જૂન મહિનામાં એક્ટરે માતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

આમિર સંબંધોને માન-સન્માન આપે છે

આમિરે હાલમાં જ ફિલ્મમેકર કરન જોહરના ચેટ શો 'કૉફી વિથ કરન'માં કહ્યું હતું કે તે કામની વ્યસ્તતાને કારણે પરિવારને વધુ સમય આપી શક્યો નથી અને તેને આ વાતનો જીવનમાં સૌથી વધુ અફસોસ છે. આમિરે એમ પણ કહ્યું હતું કે તે ઈચ્છે કે તે વધુમાં વધુ સમય માતા તથા બાળકોને આપવા માગે છે. તેના માટે જીવનમાં સંબંધો ઘણાં જ મહત્ત્વના છે. આમિરે આ શોમાં ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું પ્રમોશન કર્યું હતું. આમિરની સાથે શોમાં કરીના કપૂર આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી.

હવે આમિર ખાન આર એસ પ્રસન્નાના અપકમિંગ પ્રોજેક્ટમાં જોવા મળશે. આ ફિલ્મ સ્પેનિશ ફિલ્મ 'ચેમ્પિયન'ની હિંદી રીમેક છે. આ ફિલ્મમાં અનુષ્કા શર્માને લેવામાં આવે તેવી શક્યતા છે. ફિલ્મના પ્રી પ્રોડક્શન પર કામ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ સ્પોર્ટ્સ કોમેડી ડ્રામા છે. સ્પેનમાં આ ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી.

આમિરની 'લાલ સંહ ચઢ્ઢા' 11 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ 'ધ ફોરેસ્ટ ગમ્પ'ની હિંદી રીમેક છે. આ ફિલ્મને અદ્વૈત ચંદને ડિરેક્ટ કરી હતી.

Read more

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

'સૈયારા'એ કમાણીના સંદર્ભમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે અને ફિલ્મ બ્લોકબસ્ટર બની છે. ફિલ્મ બાદ અહાન પાંડે અને અનિત પડ્ડા રાતોરાત

By Gujaratnow
રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે. કેસ ચાર્જ ફ્રેમ થયા બાદ

By Gujaratnow
૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow