આખો દિવસ વ્રત કરી સૂર્યાસ્ત પછી મહાલક્ષ્મી અને વિષ્ણુજીની પૂજા કરો

આખો દિવસ વ્રત કરી સૂર્યાસ્ત પછી મહાલક્ષ્મી અને વિષ્ણુજીની પૂજા કરો

આજે આસો મહિનાના વદ પક્ષની એકાદશી છે, જેને રમા એકાદશી કહેવામાં આવે છે. દિવાળી (24 ઓક્ટોબર) પહેલાં આવતી આ એકાદશીનું મહત્ત્વ ખૂબ જ વધારે છે, કેમ કે આ દિવસે વિષ્ણુજી સાથે મહાલક્ષ્મીની પણ ખાસ પૂજા કરવામાં આવે છે. દીપોત્સવ માટે રમા એકાદશીથી ઘણાં લોકો પોત-પોતાના ઘરની બહાર દીવો પ્રગટાવવાનું શરૂ કરી દે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે એકાદશીએ વિષ્ણુજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે, પરંતુ રમા એકાદશીએ લક્ષ્મી પૂજા કરવી જોઈએ, રમા લક્ષ્મીજીનું જ એક નામ છે. શુક્રવારે એકાદશી હોવાથી આ દિવસે શુક્ર ગ્રહ માટે પણ ખાસ પૂજા કરવી.

સૂર્યાસ્ત પછી પૂજા કરો

સવારની પૂજા પછી અને સાંજે પણ ઉપર જણાવેલી વિધિ દ્વારા પૂજા કરવી જોઈએ. લક્ષ્મી-વિષ્ણુની પૂજા પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો, ચૂંદડી ઓઢાળવી. બીજા દિવસે એટલે શનિવારે ફરીથી પૂજા કરો અને પૂજા કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. તે પછી તમે જાતે ભોજન કરો. આ પ્રકારે એકાદશીનું વ્રત પૂર્ણ થાય છે.

એકાદશીના દિવસે શિવજીની પૂજા કરો

કુંડળીમાં શુક્ર ગ્રહને લગતા દોષ હોય તો શુક્રવારે શિવજીની પૂજા કરવી જોઈએ. શિવપૂજાથી શુક્ર ગ્રહના દોષ દૂર થઈ શકે છે. આ દિવસે શિવદીની પણ ખાસ પૂજા કરવી જોઈએ. શિવલિંગ ઉપર જળ ચઢાવવું અને ચાંદીના લોટાથી દૂધ અર્પણ કરવું. તે પછી ફરી જળ ચઢાવવું. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. શિવલિંગ ઉપર બીલીપાન, આંકડાના ફૂલ, ધતૂરો ચઢાવવો. ચંદનનું તિલક કરવું. મીઠાઈનો ભોગ ધરાવવો અને ધૂપ-દીપ પ્રગટાવો. શિવલિંગ સામે બેસીને શિવજીના મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો. પૂજાના અંતમાં માફી માગો. પ્રસાદ વહેંચો અને તમે પણ લો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow