આજે નોરા ફતેહી FIFA World Cupમાં કરશે ડાન્સ, પરફોર્મન્સ માટે કરી છે જોરદાર તૈયારી

આજે નોરા ફતેહી FIFA World Cupમાં કરશે ડાન્સ, પરફોર્મન્સ માટે કરી છે જોરદાર તૈયારી

કતારમાં 20 નવેમ્બરથી શરૂ થયેલા FIFA World Cup 2022માં આજે નોરા પોતાના શાનદાર ડાન્સથી ધૂમ મચાવશે. તેના માટે નોરાએ જોરદાર તૈયારી કરી છે. જેનો વીડિયો તેને પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. આ દરનિયાન નોરા પોતાના પરફોર્મન્સ માટે બહુ જ ઉત્સાહિત જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નોરા પોતાના ગૃપ સાથે પરસેવો પાડતી જોવા મળે છે. આ વીડિયોને જોઈને ફેન્સ પણ નોરાના ડાન્સની ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે.

ઐતિહાસિક પરફોર્મન્સ આપવા માટે તૈયાર

આ પહેલા જ FIFA સાઈટ પર એક પ્રેસ રિલીઝમાં નોરાએ કહ્યું કે, ફીફા ફેન ફેસ્ટિવલ એક અમેઝિંગ એક્સપિરિન્સ થયો છે. દૂનિયાભરના ફેન્સને અરબની સંસ્કૃતિ સાથે પરિચય કરાવશે. જે મારી વાત નો પણ ભાગ છે. આપણે બધા મળીને એક શાનદાર ફૂટબોલ પાર્ટી મનાવી શકીશું. અમારી ટીમ એક ઐતિહાસિક પરફોર્મન્સ આપવા માટે ઘણા સરપ્રાઈઝ તૈયારી કરી રહી છે.

FIFA World Cupમાં પહોંચી નોરા

આજે પરફોર્મન્સ આપવા માટે નોરા કતાર પહોંચી ગઈ છે. વાસ્તવમાં, નોરા વર્લ્ડ કપના ગીત ‘લાઇટ ધ સ્કાય’માં ગીત ગાય છે અને તેને દર્શાવી રહી છે. હવે પરફોર્મન્સ પહેલા એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં નોરા સ્ટેડિયમમાં પોતાના ગીત પર ડાન્સ કરી રહી છે.

‘સાકી-સાકી ગર્લ’ સ્ટેડિયમમાં તેના ગીત પર ડાન્સ કરતી જોવા મળી

નોરા કતાર પહોંચી ગઈ છે અને ત્યાં તેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તેના પરફોર્મન્સનો નથી, પરંતુ કતારના ફૂટબોલ સ્ટેડિયમનો છે જ્યાં નોરા મેચ જોવા આવી હતી. નોરા રાષ્ટ્રગીત વાગવાનું શરૂ થાય ત્યારે મેચ શરૂ થવાની રાહ જોઈને સ્ટેન્ડમાં ઉભી છે. આવી સ્થિતિમાં નોરા પણ તે ગીત ગાઈ રહી છે અને તેના પર ડાન્સ કરતી પણ જોવા મળી રહી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow