આધાર-કાર્ડ ખોવાઈ ગયું છે, તો SMS-ઈમેલથી રિકવર કરો
આધાર કાર્ડ હવે દરેક કામ માટે સૌથી જરૂરી દસ્તાવેજ બની ગયું છે, પરંતુ જો તમે 12 અંકનો નંબર ભૂલી ગયા છો અથવા તમારું કાર્ડ ક્યાંક ખોવાઈ ગયું છે, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. UIDAIએ ઘણી સરળ રીતો આપી છે, જેનાથી તમે ઘરે બેઠા જ તમારો આધાર નંબર પાછો મેળવી શકો છો.
વેબસાઇટ, SMS, ઇમેઇલ અને માય-આધાર એપ દ્વારા આ કામ મિનિટોમાં થઈ જાય છે. આ સુવિધા લાખો લોકોને રાહત આપી રહી છે. ખાસ કરીને તેમને જેમને બેંક ખાતા, PAN કાર્ડ લિંકિંગ અથવા સરકારી યોજનાઓ માટે આધારની જરૂર પડે છે.
લોકો આધાર નંબર કેમ ભૂલી જાય છે?
આજકાલ મોટાભાગના લોકો આધારને મોબાઇલ અથવા ઇમેઇલ સાથે લિંક રાખે છે, પરંતુ ક્યારેક ફોન બદલાવવાથી અથવા ઇમેઇલ ID ભૂલી જવાથી નંબર યાદ રહેતો નથી. UIDAI અનુસાર, લગભગ 130 કરોડ આધાર કાર્ડ જારી થઈ ચૂક્યા છે, પરંતુ દર વર્ષે લાખો લોકો પોતાનો નંબર ભૂલી જવા અથવા આધાર કાર્ડ ખોવાઈ જવાની ફરિયાદ કરે છે.
સારી વાત એ છે કે રિકવરી પ્રક્રિયા મફત છે અને કોઈપણ દસ્તાવેજ વગર થઈ જાય છે. ફક્ત તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઇમેઇલની જરૂર પડે છે. જો તે પણ ન હોય, તો નજીકના આધાર સેન્ટર પર જવું પડી શકે છે.
આ રીત સૌથી ઝડપી છે અને ગોપનીયતા માટે નંબરને XXXX XXXX ફોર્મેટમાં દર્શાવવામાં આવે છે, જેથી સુરક્ષા જળવાઈ રહે. UIDAIએ તાજેતરમાં આ પોર્ટલને વધુ યુઝર-ફ્રેન્ડલી બનાવ્યું છે, જેનાથી લોડિંગ ટાઈમ ઓછો થઈ ગયો છે.
UIDAIના ડેટા દર્શાવે છે કે SMS પદ્ધતિનો સૌથી વધુ ઉપયોગ થાય છે, કારણ કે તે સરળ છે, પરંતુ રજિસ્ટર્ડ નંબર હોવો જરૂરી છે.