સુરતથી 1 કરોડના રફ હીરા પહોંચાડવા આફિક્રા જતો યુવક ઝડપાયો

સુરતથી 1 કરોડના રફ હીરા પહોંચાડવા આફિક્રા જતો યુવક ઝડપાયો

સુરત એરપોર્ટ પરથી ગોલ્ડ સ્મગલિંગની ભરમાર વચ્ચે શારજાહ જતી ફ્લાઇટમાં બેસવા જતા અગાઉ વરાછા ખાતે રહેતા યુવાનને એક કરોડના રફ હીરા સાથે કસ્ટમ વિભાગે ઝડપી પાડયો હતો. આરોપીને મોડી સાંજે કોર્ટમાં રજૂ કરાતા તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો હતો. રફ હીરા સુરતથી વાયા દુબઇ આફિક્રા મોકલવાના હતા. દુબઇમાં આરોપીને અન્ય એક કેરિયર મળનાર હતો, જેને હીરા આપી દેવાની જવાબદારી આ આરોપીની હતી. આજે સરકાર તરફે કસ્ટમ-ડીઆરઆઇ-જીએસટી કેસોના સ્પેશિયલ પી.પી. ઇમરાન મલેક હાજર રહ્યા હતા.

કેસની વિગત મુજબ બુધરવારે જતી શારજાહ ફ્લાઇટ આવે એ અગાઉ અધિકારીઓ ચેકિંગમાં ગોઠવાઇ ગયા હતા અને જે મુસાફરો સુરતથી શારજાહ જઇ રહ્યા હતા તેની ચેકિંગ ચાલુ હતી ત્યારે કતારગામની કલાપી સોસાયટીમાં રહેતો 32 વર્ષીય જીગ્નેશ મોરડીયા પોતાની ટ્રોલી અને એક બેગ સાથે આવ્યો હતો.

સામાન એકસ-રે મશીનમાં નાખતા જ તેમાં કોઈ મેટલ હોવાનુુ સિગ્નલ આવ્યુ હતુ એટલે તેની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ટ્રોલીના પકડવાના હેન્ડલમાં છેક નીચેની બાજુએ મૂકેલા 4910 કેરેટના રફ હીરા કે જેની બજાર કિંમત 1.10 કરોડ જેટલી હતી તે મળી આવ્યા હતા. આરોપીની આકરી પુછપરછ કરતા તેણે કસ્ટમ અધિકારીઓ સમક્ષ સમગ્ર વિગતો આપી દીધી હતી. આરોપી અગાઉ હીરા ઘસવાનું કામ કરતો હતો અને હાલમા તે કામ શોધી રહ્યો હતો.

સુરતથી રફ હીરાનું વિદેશમાં સ્મગલિંગ કઈ રીતે?
સામાન્ય રીતે રફ હીરા મંગાવવામાં સુરત અગ્રેસર છે, જેને પોલિશ કરીને વિદેશોમાં મોકલાય આવે છે. જો કે, આ કેસમાં રફ હીરા સુરતથી દુબઇ અને ત્યાંથી હિતેશ જીંજાવદર નામના ઇસમને આપી તેને આફિક્રા પહોંચાડવાનો ખેલ નીકળતાં અધિકારીઓ પણ ચકરાવે ચઢ્યા છે. રફ હીરા જ શા માટે લઇ જવાયા એ મુદ્દે તપાસ શરૂ કરી છે. ઉપરાંત આ હીરા સુરતના કયા ઉદ્યોગકારના છે તેની પણ તપાસ શરૂ કરી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow