જસદણમાં કાર ડ્રાઈવિંગ કરી પેટિયું રળતા યુવકે ફાંસો ખાધો

જસદણમાં કાર ડ્રાઈવિંગ કરી પેટિયું રળતા યુવકે ફાંસો ખાધો

જસદણમાં જૂના માર્કેટિંગ યાર્ડની પાછળ નદીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને કાર ડ્રાઈવિંગનો ધંધો કરતા સાગર વિનુભાઈ દેસાણી (ઉ.વ.28) એ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ લેતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા તેના પરિવારજનોએ મૃતક યુવાનને તાત્કાલિક જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પરંતુ ત્યાં ફરજ પરના હાજર તબીબે યુવકને મૃત જાહેર કરતા પરિવારજનોમાં ઘેરો શોક છવાઈ ગયો હતો.

આ બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મૃતકના પરિવારજનોના નિવેદનો લઈ બનાવનું કારણ જાણવા આગળની તજવીજ હાથ ધરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, મૃતક યુવાનના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તેને સંતાન પણ ન હતા.

પરંતુ આશાસ્પદ યુવાને આવું ઉતાવળું પગલું ભરી લેતા પરિવારજનો ભાંગી પડ્યા હતા. બાદમાં જસદણ પોલીસે લાશને જસદણની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ આ બનાવની વધુ તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow