રાજકોટમાં પિતરાઇને સમજાવવા જતા યુવાન પર ધારિયાથી હુમલો

રાજકોટમાં પિતરાઇને સમજાવવા જતા યુવાન પર ધારિયાથી હુમલો

રાજકોટ તાલુકાના બેડી ગામે પટેલનગરમાં રહેતા ચકાભાઇ હીરાભાઇ ઝાપડા નામના યુવાને તેના પિતરાઇ ભાઇ નાજા હકુભાઇ ઝાપડા અને લાલા સામે માર મારી ઇજા પહોંચાડી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ મુજબ, મંગળવારે સાંજે ઢોર ચરાવી ઘરે આવી દૂધ દેવા ગયો હતો. રાતે આઠ વાગ્યે પરત ઘરે આવતા બાજુમાં જ રહેતા સગા કાકા હકુભાઇ સાથે તેના બંને દીકરા નાજા અને લાલો ઝઘડો કરતા હતા. દારૂ પીવાની ટેવ ધરાવતા કાકા સાથે ઝઘડો કરતા બંને પિતરાઇ ભાઇને પોતે સમજાવવા ગયો હતો. ત્યારે બંને ઉશ્કેરાય જઇ પોતાની સાથે ઝઘડો કર્યો હતો.

બાદમાં નાજાએ ધારિયાથી પોતાને માથામાં ઘા ઝીંકી દીધો હતો અને લાલાએ હવે તું અમારા ઝઘડામાં વચ્ચે આવીશ તો જાનથી મારી નાખીશુંની ધમકી આપી નાસી ગયા હતા. હુમલામાં પોતાને ઇજા થઇ હોય સારવાર માટે મોટાભાઇ હોસ્પિટલ લઇ ગયા હતા. કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow