પોલેન્ડનો યુવાન સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે યુરોપી વિદ્વાનોને ભારત દેશની યાત્રાએ લાવે છે

પોલેન્ડનો યુવાન સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે યુરોપી વિદ્વાનોને ભારત દેશની યાત્રાએ લાવે છે

નામ એનું ફિલીપ રૂચિન્સ્કી, પણ પોતાને શિવાનંદ નામથી ઓળખાવવાનું વધુ ગમે છે. પોલેન્ડનો આ 46 વર્ષિય યુવાન સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિ.માં રીસર્ચ ફેલો રહ્યો છે. તો બનારસ હિન્દુ યુનિ.માં પોલીશ ભાષાનો ગેસ્ટ લેક્ચરર પણ રહ્યો. તેણે સૌપ્રથમ પોલેન્ડની વોર્સો યુનિ.માં ઓરિએન્ટલ સ્ટડીઝમાં પીએચડી પણ કર્યું છે. શિવાનંદને એક અનોખો શોખ વળગ્યો છે. ભારતીય સંસ્કૃતિ, યોગ દર્શન, સંસ્કૃત, કલા, વગેરેનો પ્રસાર-પ્રચાર કરવાનો. આ માટે તે પોલેન્ડમાં અવારનવાર કાર્યશિબિર, વર્કશોપ વગેરે પણ યોજે છે. જે હાલ પોલીશ વિદ્વાનોના ગૃપ સાથે જૂનાગઢની મુલાકાતે છે.

જૂનાગઢ ખાતે શિવાનંદે જણાવ્યું કે, પોતે ત્યાંના રીસર્ચ ફેલો, પ્રોફેસરો, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા એવા લોકો સાથે અવારનવાર ભારતની યાત્રાનું આયોજન કરે છે જેમને ભારતીય સંસ્કૃતિ, કલા, સાહિત્ય, યોગ, ઇત્યાદિમાં રૂચિ હોય. સાથે તેઓનું નૈતિક જીવનધોરણ અને મૂલ્યો ઉચ્ચ કક્ષાનાં હોય. જેઓ મોજમજા માટે નહીં, કાંઇક મેળવવા-શીખવા અહીં આવતા હોય. તો ઘણીવાર અહીંની પ્રતિભાઓને પણ ત્યાં લેક્ચર, યોગના વર્કશોપ સહિતના કાર્યક્રમો માટે બોલાવે છે. તેમની સાથે કાશીનાં મહેન્દ્રનાથ ત્રિપાઠી સહિતના ભારતીયો પણ ગાઇડ તરીકે જોડાયા છે. જૂનાગઢમાં તેઓ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઇતિહાસ વિભાગનાં વડા પ્રો. ડો. વિશાલ જોષી સાથે વિવિધ સ્થળોની મુલાકાતે ગયા હતા. જેમાં તેઓને ગિરનાર, ભવનાથનો મેળો, મ્યૂઝિયમ, સહિત વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. હાલ તેઓનાં ગૃપે જવાહર રોડ સ્થિત સ્વામી મંદિરમાં મુકામ કર્યો છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow