ગંજીવાડાનો યુવાન, કોઠારિયા રોડ પર પરિણીતાએ ફાંસો ખાધો

ગંજીવાડાનો યુવાન, કોઠારિયા રોડ પર પરિણીતાએ ફાંસો ખાધો

શહેરના ગંજીવાડા-40માં રહેતા જયેશ ધીરૂભાઇ સાપરા નામના યુવાને તેના ઘરે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. બનાવની જાણ થતા થોરાળા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં ઘરે જ વેક્સનું કામ કરી ગુજરાન ચલાવતો હતો. કારીગર જમવા જવાનું કહીને નીકળ્યા બાદ ઘરમાં એકલા રહેલા જયેશે પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. જયેશના પિતા અને ભાઇનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જયારે જયેશની બે બહેનોએ પણ આપઘાત કરી લીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. બનાવ સમયે જયેશની માતા કામે ગયા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

આપઘાતના અન્ય બે બનાવમાં કોઠારિયા રોડ, જયનગર પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતી સાયકુ અજય બેદિયા નામની પરિણીતાએ તેના ઘર નજીક ઝાડ પર દોરડું બાંધી ફાંસો ખાઇ મોત વહાલું કર્યું હતું. જ્યારે વિનોદનગર ક્વાર્ટરમાં રહેતા કિશોરભાઇ ગોહેલ નામના વૃદ્ધે તેમના ઘરે અગમ્ય કારણોસર ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી છે.

અન્ય બનાવમાં કોઠારિયા પાસે સાંઇબાબા સર્કલ પાસેથી પસાર થયેલી ટ્રકે ડબલસવારી બાઇકને ટક્કર મારતા બાઇક પાછળ બેઠેલી મૂળ મધ્યપ્રદેશની સુની ધનસીંગ ભાભર નામની મહિલા રોડ પર પટકાયા બાદ ટ્રકના તોતિંગ વ્હિલ ફરી વળતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મૃતક પતિ સાથે મજૂરીકામ કરતી હતી. દંપતી જે સાઇટ પર કામ કરતા હતા તે દિલીપભાઇને તેમની અન્ય સાઇટ પર મજૂરની જરૂર હોય સુનીબેનને બાઇકમાં બેસાડી રણુજા મંદિરથી ગુલાબનગર જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow