રાજકોટમાં નશો કરવાના મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં યુવકનો આપઘાત

રાજકોટમાં નશો કરવાના મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં યુવકનો આપઘાત

ગોંડલ રોડ પરના આંબેડકરનગરમાં રહેતા નનકા શિરડીભાઇ સરોજે (ઉ.વ.35) ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશનો વતની નનકા સરોજે કારખાનામાં મજૂરીકામ કરતો હતો અને તેને નશો કરવાની કુટેવ હતી. નશો કરવા બાબતે પત્ની સાથે ઝઘડો થતાં તે બાબતનું માઠું લાગી આવતા તેણે પગલું ભરી લીધું હતું. યુવકના આપઘાતથી તેના ચાર સંતાનોએ પિતાની હૂંફ ગુમાવી હતી.

અન્ય એક બનાવમાં પેડક રોડ પર પાણીના ઘોડા પાસેના ચંપકનગરમાં રહેતા દેવજીભાઇ આંબાભાઇ ટોપિયા (ઉ.વ.72)એ પોતાના ઘરે છતના હૂકમાં દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, દેવજીભાઇને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. બીમારીથી કંટાળી વૃદ્ધે પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow