પરણેલા સાથે મરજીથી શારીરિક સંબંધ બાંધનાર મહિલા રેપનો કેસ ન કરી શકે- HCનો મોટો ચુકાદો

ઝારખંડ હાઈકોર્ટે એક્સ્ટ્રા મેરિટલ અફેર સાથે જોડાયેલા રેપ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ સંજય કુમાર દ્વિવેદીની કોર્ટે કહ્યું કે, લગ્ન બાદ પરપુરુષ સાથે સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા બાદ મહિલા બળાત્કાર કે જાતીય સતામણીનો કેસ દાખલ ન કરી શકે.
કયા કેસમાં હાઈકોર્ટે આપ્યો ચુકાદો
ઝારખંડના દેવઘરના મનીષ કુમારે હાઈકોર્ટમાં પોતાની સામેની એફઆઈઆર રદ કરવા માટે અરજી કરી હતી. દેવઘરની સીજેએમ કોર્ટમાં એક મહિલાએ તેની સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. મનીષ પર લગ્નના બહાને તેનું યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો હતો. મનીષે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, તે દેવઘરમાં મહિલા એટલે કે અરજદારને મળ્યો હતો. મહિલા પરિણીત હતી, પરંતુ તેણે પતિ સાથે છૂટાછેડા લીધા બાદ મનીષ સાથે લગ્ન કરવાનું કહ્યું હતું. આ દરમિયાન બંનેના સહમતિથી સંબંધ બાંધ્યા હતા પરંતુ મનીષે લગ્ન કરવાની ના પાડી દીધી હતી આથી મહિલાએ મનીષ સામે રેપનો કેસ દાખલ કર્યો હતો જે અરજી પર હાઈકોર્ટે કહ્યું કે મરજીથી શારીરિક સંબંધ બાંધ્યા બાદ રેપનો આરોપ ન થઈ શકે.
પરણેલા પરણેલાને લગ્નનું વચન આપે તે ગેરકાયદેસર
ઝારખંડ હાઈકોર્ટે આ કેસમાં કહ્યું કે પરણેલા પરણેલાને લગ્નનું વચન આપે તે ગેરકાયદેસર છે. જો બંનેને ખબર હોય કે બંનેના લગ્ન થઈ ગયા છે તો લગ્નનું વચન ખોટું છે, તેથી તેના પર આઈપીસીની કલમ 376 લગાવી શકાય નહીં.
લગ્નની લાલચ આપીને બાંધેલો શારીરિક સંબંધ ગુનો
હાઈકોર્ટે એવું પણ કહ્યું કે મહિલાઓને મહિલાઓનું લગ્નનું ખોટું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવો ગુનો છે.