સાસરિયાઓ સાથે સમાધાન માટે ગયેલી પરિણીતાને માર માર્યો

સાસરિયાઓ સાથે સમાધાન માટે ગયેલી પરિણીતાને માર માર્યો

શહેરના કોઠારિયા રોડ, દેવપરા શાકમાર્કેટ પાસે રહેતી રતન અજય ચારોલિયા નામની પરિણીતાને ડેરોઇ ગામે રહેતા પતિ અજય, સસરા દિનેશભાઇ તળશીભાઇ ચારોલિયા, સાસુ માવુબેન અને મામાજી કાળુભાઇ તળશીભાઇ સાડમીયાએ પાઇપથી હુમલો કરી માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી.

ઇજાગ્રસ્ત પરિણીતાની પૂછપરછમાં તેને બે સંતાન છે. ડેરોઇ ગામે રહેતા પતિ અજય કંઇ કામધંધો કરતા ન હોય બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા રહેતા હોય પોતે સાત મહિના પૂર્વે રાજકોટ સંતાનોને લઇ માવતરે આવી ગઇ હતી. દરમિયાન રવિવારે સાસરિયાઓ સાથે સમાધાન માટે ડેરોઇ ગામે બંનેના પરિવારજનો ભેગા થયા હતા. આ સમયે બોલાચાલી થતા સાસુ-સસરા, પતિ અને મામાજીએ ઉશ્કેરાય જઇને પાઇપનો ઘા માથામાં ફટકારી માર માર્યો હતો. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow