રાજકોટમાં 22 નવા કેસ સામે એકસાથે 36 ડિસ્ચાર્જ કરાયા

રાજકોટમાં 22 નવા કેસ સામે એકસાથે 36 ડિસ્ચાર્જ કરાયા

રાજકોટ શહેરમાં કોરોનાના કેસ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. શુક્રવારે એક જ દિવસમાં 22 નવા પોઝિટિવ કેસ આવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે, એક જ દિવસમાં 36 દર્દીઓને ડિસ્ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે કુલ કેસનો આંક 144 થયો છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 102 છે. સૂત્રોના જણાવ્યા મુજબ નવા કેસ આવવાની ગતિ બે સપ્તાહમાં ખૂબ વધી છે અને ડબલિંગ રેટ એટલે કે કેસ બમણા થવાનો ગાળો ઘટીને 5 દિવસ થઈ ગયો છે.

શુક્રવારે જે નવા કેસ આવ્યા છે તેમાં મોટાભાગના છૂટાછવાયા વિસ્તારના છે અને તમામની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી તેમજ રસીના ડોઝ લીધેલા છે અને હોમ આઈસોલેટ છે તેમજ એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે. અત્યાર સુધીમાં જે પણ કેસ આવ્યા છે તેમાંથી સિવિલ હોસ્પિટલમાં 3 જ્યારે ખાનગી હોસ્પિટલમાં બે દર્દી દાખલ અને એક ગંભીર હોવાથી વેન્ટિલેટર પર છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow